ટૂંકા કપડા પહેરવા પર દીકરી થઇ ટ્રોલ, પપ્પા અજય દેવગન ભડક્યા આમના પર

દેશ-વિદેશ મુખ્ય સમાચાર

સોશિયલ મીડિયાના વધતા વર્ચસ્વના કારણથી પાપારાજી કલ્ચરને બૂસ્ટ મળ્યું છે. સેલેબ્સની દરેક ગતિવિધિ મીડિયાના કેમેરામાં કેદ થઇ જાય છે. એવામાં સ્ટારકિડ્સને પણ મીડિયા અટેન્શન મળી રહ્યું છે. પરંતુ અભિનેતા અજય દેવગનને આ બિલકુલ પણ પસંદ નથી કે તેમના બાળકોની એક્ટિવીટીને કેપ્ચર કરવામાં આવે. તે ઇચ્છે છે કે પાપારાજી બાળકોને એકલા રહેવા દે.

એક ઇન્ટરવ્યુમાં અજય દેવગને કહ્યું, હુ પાપારાજીથી અપીલ કરુ છું કે તે બાળકોને કેપ્ચર કરવાનું બંધ કરે. કેમ ફેમસ પેરેન્ટ્સના બાળક હોવાનું બાળકોને ભોગવવું પડે છે. મને લાગે છે કે કોઇપણ બાળક પાપારાજી સામે સહજ નથી. તેમને સ્પેસ જોઇએ. તે નથી ઇચ્છતા કે જ્યારે પણ તે ઘરથી નીકળે તો પ્રોપર ડ્રેસઅપ થઇને નીકળે. આ ખોટું છે જ્યારે આવી વસ્તુઓ થાય છે.