IPL 2019: પંજાબને જીતવા 151 રનનો ટાર્ગેટ

ખેલ-જગત

ડેવિડ વૉર્નરની વધુ એક મહત્વની ઈનિંગના કારણે હૈદરાબાદની સનરાઈઝર્સ ટીમે પંજાબને 151 રનનો ટાર્ગેટ આપ્યો છે. સનરાઈઝર્સની ઈનિંગ થોડી ધીમી રહી હતી જેના કારણે 20 ઓવરમાં 4 વિકેટના નુકસાને 150 રન બનાવી શકી હતી. આગામી મેચો કરતા સનરાઈઝર્સની રનરેટ ઓછી રહી હતી, વૉર્નરે 62 બોલમાં 70 રનની ઈનિંગ રમી હતી. પંજાબના બોલર્સ વધુ વિકેટ ખેરવવામાં સફળ રહ્યા ન હતા જો કે મોટા શોટ મારવા માટે કોઈ મોકો પણ આપ્યો હતો નહી.

ટોસ જીતીને પંજાબે હૈદરાબાદને પહેલા બેટિંગ કરવા માટે આમંત્રણ આપ્યું હતું. માત્ર 7 રને પહેલી વિકેટ ગુમાવતા હૈદરાબાદ દબાવમાં આવ્યુ હતુ જો કે ત્યારબાદ વિજય શંકર અને વૉર્નરે બાજી સંભાળી હતી. ડેથ ઓવર્સમાં વધુ સ્ટ્રાઈક રન રેટથી રમનાર વિજય શંકર પણ 27 બોલમાં 26 રન બનાવીને આઉટ થયો હતો.

પંજાબના બોલર્સે હૈદારાબાદના એક પણ પ્લેયરને ખુલીને રમવાનો મોકો આપ્યો હતો નહી. વૉર્નરે પણ આજે 62 બોલ રમ્યો હતો જેમા 70 રનની ઈનિંગ રમી હતી. મોહમ્મદ શામી, રહેમાન અને અશ્વિનના નામે 1-1 સફળતા રહી હતી. બન્ને ટીમોનું પ્રદર્શન અત્યાર સુધી IPLમાં સારૂ રહ્યું છે જેને બન્ને ટીમ જાળવી રાખવા પ્રયત્ન કરશે.