શોએબની હુક્કા પાર્ટી પર સાનિયાએ કહ્યું – ‘હું પાક ટીમની મા નથી’

ખેલ-જગત દેશ-વિદેશ મુખ્ય સમાચાર

વર્લ્ડ કપમાં ભારત-પાકિસ્તાનની મેચની આગલી રાત્રે પાકિસ્તાની ક્રિકેટ ટીમના કેટલાક ખેલાડીઓએ કાફેમાં હુક્કા પાર્ટીની મજા માણી હતી. પાકિસ્તાનને મેચમાં મળેલા કારમા પરાજય બાદ આ તસવીર સોશિયલ મીડિયા પર વાયુવેગે વાયરલ થઈ હતી. વર્લ્ડ કપની ભારત સામેની મેચની આગલી રાત્રે ખેલાડીઓને હુક્કા પાર્ટી કરતા જોઈને પાકિસ્તાની ફેન્સ તેમના પર ભડકી ઉઠ્યા હતા. ભારતીય ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝા પણ પોતાના પતિ સાથે ત્યાં જોવા મળી હતી.

ભારતીય ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝાએ પોતાના પાકિસ્તાની પતિ અને ક્રિકેટર શોએબ મલિક સાથે હુક્કા પાર્ટીના વિવાદ પર પહેલી વખત ટિપ્પણી કરી છે. વીણા મલિકના ટ્વીટ પર જવાબ આપતા સાનિયાએ કહ્યું કે, ‘વીણા, હું મારા બાળકને લઈને કાફેમાં નહતી ગઈ. બધા કરતા વધારે મને મારા બાળકની ચિંતા છે તેથી આ મામલે તમારે કે દુનિયામાં અન્ય કોઈએ પણ મને મારા બાળકની ચિંતા કરવાની કોઈ જ જરૂર નછી. અને બીજી વાત કે હું પાકિસ્તાની ક્રિકેટ ટીમની ડાયેટિશિયન, પ્રિન્સિપલ, ટીચર કે માતા નથી કે હું એમને સમજાવું કે એમણે શું કરવું જોઈએ અને શું નહીં.’