બોલિવૂડમાં થતી ચર્ચા અનુસાર ‘ગલી બોય’ની જોડી રણવીર સિંઘ અને આલિયા ભટ્ટની ત્રીજા પ્રોજેક્ટ માટે સાથે કામ કરવા પસંદગી કરવામાં આવી છે. સ્ટાર્સ વચ્ચે અફેર્સ અને બ્રેકઅપ્સની અફવાઓ વચ્ચે આગામી ફિલ્મ્સની કાસ્ટિંગ વિશે પણ ફેન્સને જાણવામાં રસ હોય છે. બોલિવૂડમાં છેલ્લા કેટલાક સમયથી એવી ચર્ચા ચાલી રહી છે કે, ઝોયા અખ્તરની ‘ગલી બોય’ની સ્ટાર જોડી રણવીર અને આલિયા ત્રીજા પ્રોજેક્ટમાં સાથે જોવા મળશે. ‘ગલી બોય’એ ન ફક્ત બોક્સ-ઓફિસ પર શાનદાર કમાણી કરી હતી, પરંતુ આ બંને એક્ટર્સે તેમનાં પરફોર્મન્સીસથી ક્રિટિક્સનાં દિલ પણ જીત્યાં હતાં.
હવે આ જોડી કરણ જોહરની પીરિયડ ડ્રામા ‘તખ્ત’માં જોવા મળશે. જેમાં તેમની સાથે અનિલ કપૂર, કરીના કપૂર, જ્હાન્વી કપૂર, ભૂમિ પેડનેકર અને વિકી કૌશલ પણ છે. હવે એવી ચર્ચા છે કે, એક બિગ બેનર દ્વારા રણવીર અને આલિયાનો એક પ્રોજેક્ટ માટે એપ્રોચ કરવામાં આવ્યો છે. ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાંથી કેટલાક લોકોનું એમ પણ કહેવું છે કે, આ બંનેએ આ પ્રોજેક્ટ સાઇન કરી લીધો છે.

