સરદાર પટેલ ન હોત તો સોમનાથ પાકિસ્તાનનો હિસ્સો હોત: શાહ

ગુજરાત મુખ્ય સમાચાર રાજકીય

કોડીનારમાં અમિત શાહે પોતાના સંબોધનની શરૂઆતમાં જ તેમણે સોમનાથ જ્યોર્તિલીંગને પ્રણામ કર્યાં અને કહ્યું, ભગવાન સોમનાથની ભૂમિ પર આવ્યો છું. હું સોમનાથનાં ચરણોમાં પ્રણામ કરીને વાત આગળ કરૂં છું. તેમણે તે પણ કહ્યું કે જો સરદાર પટેલ ન હોત તો સોમનાથ પાકિસ્તાનનો હિસ્સો હોત. કાશ્મીર જવાહરલાલ નેહરૂએ સંભાળ્યું આજે ત્યાં અનેક પ્રશ્નો છે.

અમિત શાહે વધુમાં કહ્યું કે હું આખા દેશમાં હાલ ફરી રહ્યો છું ત્યારે મને એક જ અવાજ સંભળાય છે, મોદી, મોદી, મોદી. દેશની જનતા આપણા નરેન્દ્રભાઇ મોદીને ફરીથી વડાપ્રધાન બનાવવા તૈયાર બેઠી છે. ૨૬એ ૨૬ સીટો નરેન્દ્ર મોદીની ઝોળીમાં ફરીથી નાંખવાની છે અને તેની શરૂવાત જુનાગઢથી થાય.

વિશ્વભરનાં લોકો સરદાર પટેલને શ્રઘ્ધાંજલિ આપવા માટે કેવડિયા આવે છે. ત્યાં વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા બનાવવાનું કામ નરેન્દ્રભાઇ મોદીએ કર્યું. આપણા ગુજરાતમાં જ દેશની સૌથી પહેલી બુલેટ ટ્રેન આવવાની છે. આ ઉપરાંત રેલ યુનિવર્સિટી પણ ભારતમાં પહેલી ગુજરાતમાં જ બનવાની છે.

અમિત શાહે સંબોધનમાં કહ્યું કે, નરેન્દ્રભાઇ મોદીએ રાજકોટમાં એમ્સ ખોલીને આખા સૌરાષ્ટ્રનાં દર્દીઓને દોડીને અમદાવાદ સિવિલમાં ન જવું પડે તે માટે વ્યવસ્થા કરી છે. સૌરાષ્ટ્રનાં ગરીબો માટે આ વરદાન રૂપ બની રહેશે.