મુંબઈના યુવા ખેલાડી હર્ષિલ દાણીએ નેધરલેન્ડ્સમાં વોટરરિન્ગન ખાતે યોજાયેલ ૨૦મી વિક્ટર ડચ ઈન્ટરનેશનલ બેડ્મિન્ટન સ્પર્ધાનું વિજેતાપદ રવિવારે જીત્યું હતું.
વર્તમાન મોસમમાં પોતાની આ પહેલી સફળતામાં ૨૨ વર્ષના ભૂતપૂર્વ જુનિયર રાષ્ટ્રીય ચૅમ્પિયન દાણીએ આઠમા ક્રમાંકિત તરીકે રમતા પુરુષોની સિંગલ્સની રસાકસીભરી ફાઈનલ મેચમાં વિશ્ર્વમાં ૧૪૯મો ક્રમાંક ધરાવતા ડેન્માર્કના મેડ્સ ક્રિસ્ટોફર્સનને ૧૫-૨૧, ૨૧-૧૨, ૨૧-૧૩થી ૪૭ મિનિટમાં પરાજય આપ્યો હતો.
દાણી આ વર્ષે ફેબ્રુઆરીમાં સિનિયર રાષ્ટ્રીય ચૅમ્પિયનશિપમાં ક્વાર્ટર-ફાઈનલ રાઉન્ડ સુધી પહોંચ્યો હતો.

