આલિયાએ કંગનાને ક્લાસિક જવાબ આપ્યો

ફિલ્મ જગત

કંગના રનૌત સતત આલિયા ભટ્ટને નિશાન બનાવતી રહે છે. કંગનાએ રિસન્ટલી જ એમ કહ્યું હતું કે, ‘ગલી બોય’માં આલિયાનું પરફોર્મન્સ ‘મામૂલી’ હતું અને આલિયા સાથે તેની સરખામણી થાય એ તેને શરમજનક લાગે છે.

હવે એનો જવાબ આપતાં આલિયાએ કહ્યું હતું કે, ‘કંગનાની કામગીરી પ્રત્યે મને માન છે અને હું તેના ઓપિનિયનને માન આપું છું. જો તે ચોક્કસ રીતે ફીલ કરતી હોય તો એમ ફીલ કરવા માટે તેની પાસે ચોક્કસ કારણ હશે. હું એના બદલે એ યાદ કરીશ કે, ‘રાઝી’ જોયા પછી તેણે મારી કેટલી પ્રશંસા કરી હતી. મને ફક્ત મારા કામ પર જ ફોકસ કરવું ગમશે. કદાચ જો હું ખૂબ મહેનત કરું તો તે ફરી મને એપ્રિશિયેટ કરશે.’