ભાજપને ચૂંટણી ટાણે જૂનાં જોગી યાદ આવ્યા

ગુજરાત

ગુજરાતમાં લોકસભા ચૂંટણીને લઇને કાઉન ડાઉન શરૂ થઇ ગયું છે. ભાજપ અને કૉંગ્રેસ બન્ને પક્ષો લોકસભાની સૌથી વધુ સીટો મેળવવા માટે એડીચોંટીનું જોર લગાવી રહ્યા છે. તેના ભાગરૂપે ગત સપ્તાહે ભાજપનું ગાંધીનગરમાં ક્લસ્ટર સંમેલનનું આયોજન કરાયું હતુ. જેમાં ભાજપના પૂર્વ સાસંદ હરિન પાઠક સહિતના જૂના જોગીઓને મંચ પર સ્થાન આપવાની સાથો સાથે વફાદાર નેતાઓ અને કાર્યકર્તાઓના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ ભરપેટ વાખાણ કર્યા હતા. સૂત્રોના જણાવ્યા મુજબ ગાંધીનગરમાં ભાજપનું ક્લસ્ટર સંમેલન રાજ્યના સીએમ વિજયરૂપાણી અને જીતુ વાઘાણીના અધ્યસ્થામાં યોજાયેલા આ સંમેલનમાં લોકસભાની ચાર બેઠકો જીતવા માટે કાર્યકરો સાથે ચર્ચા કરવામાં આવી હતી. આ સંમેલનમાં અમદાવાદ પૂર્વ-પશ્ર્ચિમ, ગાંધીનગર અને સાબરકાંઠા બેઠકના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, લોકસભાની ચૂંટણી જેમ નજીક આવી રહી છે. તેમ આગામી લોકસભાની ચૂંટણીને લઇ ભાજપમાં ભારે ધમધમાટ જોવા મળી રહ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *