ગુજરાતના EVM બિહાર-કેરળની ચૂંટણીમાં વપરાશે

ગુજરાત

ગુજરાતની ૨૬ લોકસભા બેઠકની ચૂંટણી માટે આ વખતે ન્યૂ બ્રાન્ડ મેક-૩ પ્રકારના ઈવીએમ અને વીવીપેટ વાપરવાનું નક્કી થયું છે. તેથી રાજ્યના મેક-૨ પ્રકારના મશીન્સ બિહાર અને કેરળ મોકલાયા છે. જે અગાઉ લોકસભાની ચૂંટણીમાં પણ રાજ્યમાં વપરાયા હતા. રાજ્ય વિધાનસભાની ચૂંટણીમાં વપરાયેલા ઈલેકટ્રોનિક વોટિંગ મશીન ઈવીએમ તથા વોટર વેરિફાયેબલ પેપર ઓડિટ ટ્રેઈલ-વીવીપેટ કેરળ અને બિહાર ખાતે આગામી લોકસભાની ચૂંટણી વખતે વપરાશે. સૂત્રોના જણાવ્યા અનુસાર ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં વપરાયેલા ભારતની એક ખાનગી ઈલેકટ્રોનિકસ કંપનીના બેલેટ યુનિટ, કંટ્રોલ યુનિટ તથા વીવીપેટ મળીને કુલ ૪૦ હજાર મશીનો ઉપરાંત બેકઅપ માટેના મશીનો બિહારમાં મોકલાયા છે. જ્યારે આવી જ રીતે ઈલેકટ્રોનિકસ કોરપોરેશન ઓફ ઇન્ડિયાના કુલ ૪૦ હજાર મશીનો તદુપરાંત બેકઅપ લોટ કેરળ મોકલાયો છે. ગુજરાતમાં ઈવીએમ બેંગલુરુથી અને વીવીપેટ બેંગલુરુ હરિયાણાના પંચકુલા અને ઉત્તરાખંડના કોટદ્વારથી ફેકટરીઓમાંથી આવી રહ્યા છે. અમદાવાદ, બનાસકાંઠા, કચ્છ, ગીર સોમનાથ જેવા જિલ્લાઓમાં હજી મશીન્સ પહોંચ્યા જ નથી. ગુજરાતમાં ઈવીએમ તથા વીવીપેટ મશીનોનું ફર્સ્ટ લેવલ ચેક ફેબ્રુઆરીના અંત સુધીમાં પૂરું થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *