વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ગુજરાત તથા રાજસ્થાન, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશના લોકો માટે જીવલેણ સાબિત થઈ હતી. વંટોળ અને ગાજવીજ સાથે વરસેલા વરસાદને કારણે આ રાજ્યોના વાતાવરણમાં મોટી અસર થઈ હતી. ગઈકાલે ગુજરાતના 12 જિલ્લાના 39થી વધુ તાલુકામાં વરસાદ વરસ્યો હતો. જેમાં કુલ 9 લોકોના મોત થયા છે. જેમાં મોટાભાગના મોત વીજળી પડવાથી થયા છે. ગુજરાતમાં કમોસમી વરસાદ અને તોફાનમાં જીવ ગુમાવનાર લોકોના પરિવારજનો માટે પીએમ મોદીએ 2-2 લાખની સહાય જાહેર કરી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ગુજરાત તથા રાજસ્થાન, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશના લોકો માટે જીવલેણ સાબિત થઈ હતી. વંટોળ અને ગાજવીજ સાથે વરસેલા વરસાદને કારણે આ રાજ્યોના વાતાવરણમાં મોટી અસર થઈ હતી. ગઈકાલે ગુજરાતના 12 જિલ્લાના 39થી વધુ તાલુકામાં વરસાદ વરસ્યો હતો. જેમાં કુલ 9 લોકોના મોત થયા છે. જેમાં મોટાભાગના મોત વીજળી પડવાથી થયા છે. ગુજરાતમાં કમોસમી વરસાદ અને તોફાનમાં જીવ ગુમાવનાર લોકોના પરિવારજનો માટે પીએમ મોદીએ 2-2 લાખની સહાય જાહેર કરી છે. ગુજરાતના કમોસમી માવઠાની થયેલી અસરને પગલે પીએમ મોદીએ આજે ટ્વિટ કરી હતી. જેમાં તેમણે મૃતકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી. તો બીજી તરફ, મૃતકોના પરિવારને 2 લાખ અને ઈજાગ્રસ્તોને 50 હજારની સહાયની જાહેરાત કરી છે. આ સહાય પ્રધાનમંત્રી રાહત કોષમાંથી અપાશે, તેવી પીએમઓના ટ્વિટર હેન્ડલમાંથી જાહેરાત કરાઈ છે.

