લોકસભાની ચૂંટણીમાં મધ્ય પ્રદેશની હોટ સીટ એવી ભોપાલ બેઠકને લઈને આખરે ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે. અહીં ભારતીય જનતા પાર્ટીએ સાધ્વી પ્રજ્ઞા સિંહ ઠાકુરને મેદાનમાં ઉતાર્યા છે. આ સાથે જ ભોપાલન ચૂંટણીજંગ અત્યંત રસપ્રદ બની ગયો છે. ટણી લડવાની અટકળો વચ્ચે સાધ્વી પ્રજ્ઞા સિંહ ઠાકુર આજે ભાજપમાં શામેલ થઈ ગયાં હતાં. સાધ્વી આજે ભાજપ કાર્યાલય પહોંચ્યા અને પાર્ટીના નેતાઓ સાથે ભોપાલ ઓફીસમાં બેઠક યોજી હતી. આજે સાંજ પડતા સુધીમાં સાધ્વીના નામની જાહેરાત કરવામાં આવી છે. બીજી બાજુ સાધ્વી ભાજપમાં શામેલ થવા પર મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી કમલનાથે સવાલ ઉઠાવ્યા છે. કમલનાથે કહ્યું હતું કે, સાધ્વી પ્રજ્ઞાનું ભાજપમાં શામેલ થવું ભાજપની મનોદશા દર્શાવે છે.
ભાજપમાં સામેલ થતા જ સાધ્વી પ્રજ્ઞાએ આ મામલે વાતચીતમાં કહ્યું હતું કે. તે ચૂંટણી લડશે પણ અને જીતશે પણ. જો સાધ્વી ભોપાલ બેઠક પરથી ચૂંટણી લડશે અને તેમનો સામનો કોંગ્રેસના દિગ્ગજ નેતા અને પૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજય સિંહ સામે થશે. સાધ્વી ભાજપમાં શામેલ થતા જ પૂર્વ મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ, રામલાલ, અને પ્રભાત ઝા સાથે બેઠક કરી થઈ હતી. આ બેઠકમાં પ્રદેશ સ્તરથી લઈને કેન્દ્ર સ્તર સુધી ચર્ચા હોવાનું કહેવામાં આવે છે.
શિવરાજ, ઉમા ભારતીના નામથી લઈને ચર્ચા
સાધ્વી પ્રજ્ઞાએ કહ્યું હતું કે, હું ઔપચારીક રૂપે ભાજપમાં જોડાઈ છું. હું ચૂંટણી લડીશ અને જીતીશ પણ. મને શિવરાજ સિંહનું સમર્થન છે. દિગ્વિજય સિંહને ભોપાલ બેઠક પરથી ટિકિટ મળતાની સાથે જ ભાજપમાં ચર્ચા છેડાઈ ગઈ હતી. ભોપાલ બેઠક પરથી ભાજપ તરફથી શિવરાજ સિંહ ચૌહાણ, ઉમા ભારતી અને નરેન્દ્ર સિંહ તોમરના માન સુધીની ચર્ચા સામે આવી હતી. આખરે સાધ્વી પ્રજ્ઞાના નામ પર મંજૂરીની મ્હોર મારવામાંં આવી છે.
કોણ છે સાધ્વી પ્રજ્ઞા ઠાકુર
સાધ્વી પ્રજ્ઞા ઠાકુર પહેલીવાર ત્યારે ચર્ચામાં આવી હતી, જ્યારે 2008માં માલેગાવ બ્લાસ્ટ કેસમાં તેમની ધરપકડ કરવામાં આવી. તે 9 વર્ષ સુધી જેલમાં રહ્યાં. સાધ્વી પ્રજ્ઞા 2007ના આરએસએસ પ્રચારક સુનીલ જોશી હત્યાકાંડમાં પણ આરોપી હતી, પરંતુ કોર્ટમાં કોઈ જ આરોપો સાબિત થઈ શક્યા નહોતા. સાધ્વી પ્રજ્ઞાનો જન્મ મધ્ય પ્રદેશના ભિંડ જીલ્લાના કછવાહા ગામમાં થયો હતો. ઈતિહાસમાં પોસ્ટ ગ્રેજ્યુએટ પ્રજ્ઞા શરૂઆતથી જ દક્ષિણપંથી સંગઠનો પ્રત્યે ઝુકાવ ધરાવતા હતા. તેઓ આરએસએસના વિદ્યાર્થી એકમ એબીવીપીના સક્રિય સભ્ય પણ રહી ચુક્યા છે.

