છોટાઉદેપુર લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર ગીતાબેન રાઠવાના પ્રચારમાં આજે ગુજરાતી ચલચિત્રના સુપરસ્ટાર નરેશ કનોડિયા છોટાઉદેપુર જિલ્લાના બોડેલી ખાતે રોડ શો યોજ્યો. પોતાના વિસ્તારમાં આવેલા ગુજરાતી હીરો સાથે સેલ્ફી લેવા ભાજપના કાર્યકરો અને હાજર લોકોમાં ઉત્સુકતા દેખાઈ.
જો કે રોડ શોમાં લોકોની પાંખી હાજરી જોવા મળી છે. નરેશ કનોડિયા એ ભાજપના ઉમેદવારની જીતના વિશ્વાસ સાથે કોંગ્રેસના નવજોતસિંહ સિદ્ધુ ઉપર નિશાન સાંધી સિદ્ધુ તું સીધુ સીધુ બોલ ની ટિપ્પણી કરી છે.

