દેશની સૌથી મોટી બેંક સ્ટેટ બેંકો ઓફ ઇન્ડીયા (એસબીઆઇ)એ ઘર ખરીદવા માટે બંપર ઓફર રજૂ કરી છે. જો તમે પહેલીવાર ઘર ખરીદવા જઇ રહ્યા છો તો એસબીઆર હોમ લોન પર 2.67 લાખની છૂટ આપશે. આ છૂટ સબસિડીના રૂપમાં આપવામાં આવશે. એસબીઆઇએ તેના માટે ‘અપને સપનો કા ઘર હો શકતા હૈ’ ટેગલાઇન પણ આપી છે. આ સુવિધાનો લાભ ઉઠાવવા માટે ઓનલાઇન એપ્લાઇ કરી શકાય છે.
SBI જ નહી, આ બેંકના એટીએમમાંથી પણ ડેબિટ કાર્ડ વિના નિકાળી શકો છો કેશ
શું છે એસબીઆઇની ઓફર
પહેલીવાર ઘર ખરીદનારને પ્રધાનમંત્રી આવાસ યોજના (PMAY)ના હેઠળ 2.67 લાખ રૂપિયાની સબસિડી આપવામાં આવી રહી છે. આ 2.67 લાખ રૂપિયાની સબસિડી તમારી હોમ લોન પર થનાર વ્યાજ પર આપવામાં આવે છે. તેનો અર્થ તમારી હોમ લોન પર થનાર વ્યાજમાંથી 2.67 રૂપિયા ચૂકવવા પડશે નહી. હાલ,એસબીઆઇ હોમ લોનનો વાર્ષિક વ્યાજ દર 8.60 ટકા છે.
બીજા ઘણા બધા મળશે ફાયદા
SBI એ હોમ લોનવાળા ગ્રાહકોને સબસિડીની સાથે ઘણા આકર્ષક ઓફર મળી રહી છે. તેમાં હોમ લોન પર ટેકઓવર લેનારને બેંક કોઇપણ પ્રોસેસિંગ ફી લેશે નહી. સાથે જ SBI ગ્રાહક બ્રિજ હોમ લોનની મદદથી પોતાના જૂના ઘરનું રિનોવેશન પણ કરાવી શકો છો. આ ઉપરાંત હોમ લોન પર ટોપ અપ લોનની સુવિધા મળી રહી છે.

