પ્રચાર પ્રતિબંધ હટતા જ માયાવતી EC પર વરસ્યા, કહ્યું- BJP પર આટલી કૃપા રાખશો તો નિષ્પક્ષ ચૂંટણી અશક્ય

મુખ્ય સમાચાર રાજકીય

બસપા પ્રમુખ માયાવતીએ ગુરુવારે ચૂંટણી પંચને આડેહાથે લેતા ટ્વીટ કરીને કહ્યું કે, યુપીના સીએમ યોગી આદિત્યનાથ પ્રતિબંધ હોવા છતા મંદિરમાં ફરી રહ્યા છે અને ચૂંટણી પ્રચારનો લાભ લઈ રહ્યા છે. પંચની આદિત્યનાથ પર આટલી કૃપા કેમ? માયાવતીએ કહ્યું કે, ચૂંટણી પંચે પ્રતિબંધ લગાવ્યો હોવા છતા સીએમ યોગી શહેર શહેર ફરીને મંદિરોમાં જઈને દલિતોના ઘરે જમવાનો ઢોંગ કરીને તેને મીડિયામાં બતાવી ચૂંટણી પ્રચારનો લાભ લેવાનો ખોટો પ્રયાસ કરી રહ્યા છે, પરંતુ પ્રતિબંધ હોવા છતા પંચ યોગી પ્રત્યે આટલું મહેરબાન કેમ છે? કેમ યોગીની આ પ્રવૃતિ પર કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.  દેવબંધમાં માયાવતીએ આપેલા ભાષણ પર કાર્યવાહી કરતા ચૂંટણી પંચે માયાવતી પર પ્રચાર કરવા માટે 48 કલાક સુધી પ્રતિબંધ લગાવી દીધો હતો. આ 48 કલાકમાં માયાવતીએ કોઈ ચૂંટણી સભા, રોડ શો અથવા રાજકીય ટ્વીટ કર્યુ ન હતુ.