પાદરાના એકલબારા ગામ પાસે આવેલી ટ્રાન્સપેક ઈન્ડસ્ટ્રીઝ પ્રા.લી. કંપનીના ACL પ્લાન્ટમાં અચાનક બ્લાસ્ટ થતા 5 કામદારો દઝાયા હતા. જેઓ તાત્કાલિક પાદરાના ડભાસા ગામ પાસેની ખાનગી કંપનીમાં પ્રાથમિક સારવાર આપી વડોદરા ખાનગી હોસ્પિટલે વધુ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.
ઘટનાને પગલે પોલીસ સહિત મામલતદાર કંપની પર દોડી આવ્યા હતા. આ કંપની વિરૂદ્ધ છેલ્લા 25 વર્ષ પહેલાં આ રીતે બનેલ બનાવમાં 125 લોકો ઘવાયા હતા. જેની સુનવણી હાથ ધરતા પહેલા આ પ્રકારની બીજી બેદરકારી સામે આવી છે.
પાદરામાં એકલબારા ગામ પાસે આવેલી ખાનગી ટ્રાન્સપેક ઇન્ડસ્ટ્રીઝ પ્રા. લી. કંપનીમાં બુધવાર રાત્રે કેમિલ્કસ કંપનીના પ્લાન્ટમાં અચાનક બ્લાસ્ટ થતા અફરાતફરી મચી હતી. ACL-6 પ્લાન્ટમાં બ્લાસ્ટ થતાની સાથે પ્લાન્ટમાં કામ કરી રહેલા 5 કામદારો દાઝયા હતા. જે પૈકીના 3 એન્જીનિયર તેમજ 2 શીખવ કામદાર સહિત 5 કામદારો દાઝયા હતા. જેઓને તાત્કાલિક પાદરાના ડભાસા ગામ પાસેના ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.
જેઓને પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે વડોદરાની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ઘટના બની તે સમય હોસ્પિટલમાં કંપનીના કોઈ જવાબદાર અધિકારીઓ પણ હાજર ન હતા. માત્ર અન્ય પ્લાન્ટના આપરેટર દોડીને હોસ્પિટલમાં આવ્યા હતા. જેઓને પૂછતા જણાવ્યું હતું.
જ્યારે ઘટનાની જાણ થતાં પાદરા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. પાદરા મામલતદાર બારીયા સહિત જી.પી.સી.બીના અધિકારીઓ પણ દોડી આવ્યા હતા. પાદરા મામલતદાર જણાવ્યું હતું કે કુલ 5 કામદારો દાઝયા જે પેકીના 2ની તબિયત સારી છે અને 3ને વધુ સારવાર અર્થે દવાખાનામાં દાખલ કરવામાં આવ્યા હોવાનું જણાવ્યું હતું.