પ્રવર્તન નિદેશાલય (ED)ની ચાર્જશીટમાં મધ્યપ્રદેશના મુખ્યમંત્રી કમલનાથના ભાણેજ રતુલ પુરીના બેહિસાબ ખર્ચાનો ખુલાસો થયો છે. ઈડીએ 8 હજાર કરોડના મની લોન્ડ્રીંગ મામલામાં રતુલને ઓગસ્ટમાં પકડ્યો હતો. તે વીવીઆઇપી હેલિકોપ્ટર ગોટાળામાં પણ આરોપી છે. ઈડી પ્રમાણે રતુલ દુબઈના હવાલા ઓપરેટર રાકેશ સક્સેનાના ક્રેડિટ કાર્ડ પર વૈભવી જીવન જીવતો હતો. તે પ્રાઇવેટ જેટમાં સફર કરતો હતો અને નાઇટ ક્લબમાં તેનું રોજ આવવા જવાનું ચાલું રહેતું હતું. અમેરિકાના એક ક્લબમાં તેણે એક વખતમાં 7.8 કરોડ રૂપિયા વાપરી નાખ્યા હતા.
ચાર્જશીટમાં ઈડીએ કહ્યું કે રતુલ તેના સહયોગ અને તેના સહયોગીઓ અને મોજરબિયર ઈન્ડિયા લિમેટેડનું નામ સામેલ છે. રતુલ કંપનીમાં એક્ઝીક્યૂટિવ ડાયરેક્ટર અને તેના પિતા દીપક પુરી મોજરબિયરના માલિક છે. ઈડી પ્રમાણે રતુલ પર બેન્કના 8 હજાર કરોડ રૂપિયાની લોન લઇને તેને બીજા ગ્રુપમાં ટ્રાન્સફર કરવાનો આરોપ છે. એજન્સીએ રતુલ દ્વારા મોજરબિયરથી જોડાયેલા દેશ વિદેશના ઘણા ખાતાઓમાં રકમ ટ્રાન્સફર કરવાની તપાસ કરી.
રતુલે હવાલા ઓપરેટરોની મદદથી સંપત્તિ અર્જિત કરી
હવે એ વાત સામે આવી છે કે રતુલે હવાલા ઓપરેટરોની મદદથી ઘણી ફેક્ટરી અને ચલ સંપત્તિ ખરીદી હતી. એટલું જ નહીં તે દુબઈના હવાલા ઓપરેટર રાકેશ સક્સેનાના ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરતો હતો. સક્સેના અગસ્તા વેસ્ટલેન્ડ હેલિકોપ્ટર ગોટાળાથી જોડાયેલા મની લોન્ડ્રીંગના મામલામાં મુખ્ય આરોપી છે. એજન્સીઓ આ વર્ષે તેને દુબઈથી ભારત લાવી હતી.
ઈડી પ્રમાણે રતુલે નવેમ્બર 2011થી ઓક્ટોબર 2016 વચ્ચે સક્સેનાના ક્રેડિટ કાર્ડથી 32 કરોડ રૂપિયા વાપર્યા હતા. આ દરમિયાને તેણે હોલિડે ટ્રીપ, પ્રાઇવેટ જેટમાં મુસાફરી અને નાઇટ ક્લબમાં જવા માટે બેહિસાબ ખર્ચો કર્યો હતો.
ઈડીએ 20 ઓગસ્ટના રતુલની ધરપકડ કરી હતી
ઈડીએ રતુલ પુરી, તેના પિતા દીપક પુરી , માતા નીતા(કમલનાથના બહેન) અને અન્ય લોકો વિરુદ્ધ સેન્ટ્રલ બેન્કથી 354 કરોડ રૂપિયાની છેતરપિંડીના આરોપમાં કેસ દાખલ કર્યો હતો. બેન્કએ દાવો કર્યો હતો કે મોજરબિયરના ડાયરેક્ટર્સે લોન લેવા માટે ખોટા દસ્તાવેજોનો ઉપયોગ કર્યો હતો. રતુલની 20 ઓગસ્ટના ધરપકડ કરવામાં આવી હતી. ત્યારથી તે જેલમાં છે. દિલ્હની વિશેષ કોર્ટે તેની જ્યૂડિશ્લ કસ્ટડી 25 ઓક્ટોબર સુધી વધારી છે. બીજી તરફ સીબીઆઇએ સંજય જૈન અને વિનીત શર્મા વિરુદ્ધ ગુનાહિત કાવતરૂ, છેતરપિંડી અને ભ્રષ્ટાચારની કલમો અંતર્ગત કેસ દાખલ કર્યો છે.

