દેશભરમાં દુષ્કર્મની ઘટનાઓને સામે આક્રોશ પ્રવર્તી રહ્યો છે. ત્યારે બિહારમાં ફરીવાર માનવતા શર્મસાર થઇ છે. બિહારના મુઝફ્ફરપુરમાં એક 20 વર્ષીય યુવતી પર તેના જ પાડોશી યુવકે દુષ્કર્મનો પ્રયાસ કર્યો. પરંતુ જ્યારે યુવતીએ તેનો વિરોધ કર્યો ત્યારે આ યુવકે યુવતીને જીવતી સળગાવી દીધી.
યુવતીને સારવાર માટે પટનાની અપોલો બર્ન હોસ્પિટલમાં લાવવામાં આવી પરંતુ સોમવારે તેનું મોત નિપજ્યું. હોસ્પિટલના ડોકટર્સે જણાવ્યું કે યુવતીનું શરીર 85 ટકા જેટલું દાઝી ગયું હતુ. જેથી તેની હાલત ગંભીર હતી.
યુવતીને સળગાવી દેવાની ઘટના સાત ડિસેમ્બરની રાત્રે બની હતી. પરંતુ આ ઘટના ત્યારે સામે આવી કે જ્યારે યુવતીને સારવાર માટે પટનાની હોસ્પિટલમાં લાવવામાં આવી હતી. પોલીસે કેસ નોંધીને આરોપી યુવકને ઝડપી પાડ્યો છે. યુવતિએ પોતાના અંતિમ નિવેદનમાં આરોપીને આકરી સજા આપવાની માગ કરી છે. તેને કહ્યું જે વ્યક્તિએ મને આ હાલતમાં પહોંચાડી છે તેને પણ આ રીતની જ સજા મળવી જોઇએ.
મારે ન્યાય જોઇએ છીએ, જે વ્યક્તિએ મને આ હાલતમાં પહોંચાડી છે તેને પણ આ રીતની જ સજા મળવી જોઇએ. – પીડિતા
દિકરીની મોત પર પિતાએ ન્યાયની માગણી કરી છે. પીડિતાની માતાએ કહ્યું કે આરોપી છેલ્લા ત્રણ વર્ષથી તેમની દિકરીની પજવણી કરી રહ્યો હતો. આ અંગે અમે પોલીસને ફરીયાદ પણ કરી હતી પરંતુ પોલીસે કોઇ કાર્યવાહી કરી નહીં. હૈદરાબાદ બિહારમાં આ પ્રકારનો કિસ્સો સામે આવ્યા બાદ રાજ્યામાં મહિલાઓની સુરક્ષા અને ન્યાય વ્યવસ્થા સામે સવાલ ઉભા થયા છે.

