BJPમાં જોડાયા બાદ સન્ની દેઓલે કહ્યુ- ‘પાપા અટલજી સાથે હતા, હું મોદીજી સાથે જોડાયો

મુખ્ય સમાચાર રાજકીય

બોલિવૂડ અભિનેતા સન્ની દેઓલ બીજેપીમાં જોડાઈ ગયા છે. અહેવાલ છે કે બીજેપી સન્નીને પંજાબની ગુરદાસપુરથી ટિકિટ આપી શકે છે. ઉલ્લેખનીય છે કે, સની દેઓલ બીજેપીમાં સામેલ થવાની અટકળો ઘણા દિવસોથી ચાલી રહી હતી.

સન્ની દેઓલે 19 એપ્રિલે પુણે એરપોર્ટ પર બીજેપી અધ્યક્ષ અમિત શાહ સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાત બાદ એવી શક્યતા જોવામાં આવતી હતો કે સન્ની અમૃતસર બેઠકથી ચૂંટણી લડી શકે છે. જ્યારે આ વિશે સન્ની દેઓલના પ્રવક્તા સાથે વાત કરી તો તેઓએ મુલાકાતની વાત તો સ્વીકારી પરંતુ સન્ની કોઈ પાર્ટીમાં જોડાવા વિશે કોઈ જવાબ નહોતો આપ્યો.