રાજ્ય સરકારનો હાઈકોર્ટમાં જવાબ, RTE હેઠળ 1.17 લાખ બાળકોને પ્રવેશ અપાશે

ગુજરાત મુખ્ય સમાચાર

RTE(રાઈટ ટૂ એજ્યુકેશન એક્ટ)હેઠલ ગરીબ બાળકોને પ્રવેશ આપવા મામલે રાજ્ય સરકારે ગુજરાત હાઈકોર્ટમાં જવાબ રજૂ કર્યો છે. નવા શૈક્ષણિક વર્ષમાં 1.17 લાખ બાળકોને પ્રવેશ આપવામાં આવશે. RTE અંગે જાગૃતિ લાવવા માટે બહોળો પ્રચાર-પ્રસાર કરવામાં આવ્યો છે. આ જવાબ બાદ હાઈકોર્ટે રાજ્ય સરકારને સરકાર જે પગલાં લઈ રહી છે તે અંગે સોગંદનામું કરવા આદેશ કર્યો છે. આ અંગે 26 એપ્રિલે વધુ સુનાવણી હાથ ધરાશે.

6મેથી પ્રવેશ પ્રક્રિયા શરૂ થશે
25 એપ્રિલના રોજ રાજ્યભરના ગરીબ અને વંચિત જૂથના બાળકોને ખાનગી શાળાઓમાં પ્રવેશ માટેના ફોર્મ ભરવાની ઓનલાઈન પ્રક્રિયા પૂર્ણ થશે. ત્યાર બાદ 6 મેના રોજ પ્રવેશની પ્રથમ યાદી બહાર પાડવામાં આવશે. ખાનગી શાળાઓમાં પ્રવેશ માટે અરજી કરનારા બાળકોની કેટેગરી વાઈઝ પ્રવેશ યાદી જાહેર કરાશે. જે વિદ્યાર્થીને આરટીઈ અંતર્ગત પ્રવેશ મળશે, તે વિદ્યાર્થીઓએ એડમિશન કન્ફર્મ કરાવવું પડશે. જો વિદ્યાર્થીના વાલીઓ એડમિશન કન્ફર્મ નહીં કરાવે તો, તે વિદ્યાર્થીનું એડમિશન રદ કરી દેવાશે.