એ ગોઝારી ફેક્ટરીની તસવીરો, જ્યાં શ્રીલંકાના સીરિયલ બ્લાસ્ટના માસ્ટરમાઈન્ડે મોતનો સામાન તૈયાર કરતો હતો

દેશ-વિદેશ મુખ્ય સમાચાર

આ તસવીરો એ ફેક્ટરીની છે જ્યાં ઇસ્ટર સન્ડે સીરિયલ બ્લાસ્ટનો માસ્ટરમાઇન્ડ કથિત રીતે સ્યુસાઇડ બોમ્બ તૈયાર કરી રહ્યો હતો. નોર્થ-ઇસ્ટર્ન કોલંબોના વેલમ્પિટીયામાં આવેલી આ કોપર ફેક્ટરી ઇન્સાફ અહેમદની માલિકીની હતી. જેને તેના સાથી કર્મચારીઓ ‘શાંત અને ધાર્મિક’ વ્યક્તિ તરીકે ઓળખતા હતા. આઘાતજનક બાબત એ છે કે, ઇન્સાફ અહેમદ એ જ આતંકી છે જેની હોટલના દરવાજે વિદેશીઓ પૂછપરછ કરી રહ્યા હતા ત્યારે તેણે દરવાજામાં જ બ્લાસ્ટ કરી દીધો હતો. ઇન્સાફના સાળા અશ્કાન અલ્મદિને કહ્યું કે, ઇન્સાફ બ્રાન્ડ ન્યૂ વ્હાઇટ લેન્ડ ક્રૂઝરમાં ફરતો હતો. તેના આ કૃત્યથી અમારો પરિવાર શરમ અને જોખમમાં મૂકાઈ ગયો છે. તેણે સેંકડો લોકોના જીવ લીધા છે. અમને ખબર જ ન હતી કે, તે આવી કોઇ ઘાતકી, આતંકી ઘટનાને અંજામ આપવાનું પ્લાનિંગ કરી રહ્યો હતો, જો અમને જરા સરખી પણ જાણકારી મળી હોત તો અમે તાત્કાલિક પોલીસને જણાવી દીધું હોત.

ઇન્સાફની કોપર ફેક્ટરીમાં બુધવારે રાત્રે પોલીસે દરોડા પાડ્યા હતા અને 9 સંદિગ્ધોની ધરપકડ કરી હતી. જેમાં મેનેજર, સુપરવાઇઝર અને ટેક્નિશિયન્સનો સમાવેશ થાય છે. હજુ આ સીરિયલ બ્લાસ્ટનું ઇન્વેસ્ટિગેશન ચાલી રહ્યું છે. જો કે, આ જ ફેક્ટરીમાં ટ્રાયસેટોન, ટ્રાઇપરૉક્સાઇડનો ઉપયોગ કરી સ્યુસાઇડ વેસ્ટ તૈયાર થયો હોવાનો નિષ્ણાતોએ દાવો કર્યો છે. આ વેસ્ટને અલ કાયદા વિનાશક શક્તિ ગણે છે અને તેને ‘મધર ઓફ શૈતાન’ કહે છે.
2017માં માન્ચેસ્ટર બ્લાસ્ટ હોય કે, 2015માં પેરિસ બેટક્લાન હુમલો હોય આ પદાર્થને ઇસ્લામિક આતંકીઓ જ સૌથી વધુ ઉપયોગ કરે છે. ફોરેન વેબસાઇટ ડેઇલી મેલ.ઓનલાઇને આ ફેક્ટરીની મુલાકાત લીધી હતી. અહીં 11 ભારતીયો અને બાંગ્લાદેશી ઇમિગ્રન્ટ્સ હતા અને તેઓના ચહેરા પર ભય સ્પષ્ટ દેખાઇ આતો હતો.
બાંગ્લાદેશના ઇમિગ્રન્ટ અને ફેક્ટરીના વર્કર મોહમ્મદ શેરવાને કહ્યું કે, સીરિયલ બ્લાસ્ટ બાદ પોલીસ વારંવાર અહીં તપાસ માટે આવે છે. અમે કંઇ જ ખોટું નથી કર્યુ, અમે નિર્દોષ છીએ. પોલીસ મોટાંભાગે શ્રીલંકન વર્કર્સની જ પૂછપરછ કરે છે.
શેરવાને કહ્યું કે, ઇન્સાફ શાંત પ્રકૃતિનો માણસ હતો અને તેણે ક્યારેય ટ્રેડિશનલ મુસ્લિમ ડ્રેસ પહેર્યો નહતો. ઉંચો અને આછી-પાતળી દાઢીવાળો ઇન્સાફ દરરોજ ફેક્ટરીએ આવતો હતો અને અંદાજિત 20 મિનિટ સુધી મેનેજર સાથે ચર્ચા કરતો હતો. તે ક્યારેય પોતાની તસવીરો લેવા દેતો નહીં, તેની પાછળ ધાર્મિક કારણો હોવાનું કહેતો હતો.