IPL: ચાલુ મેચમાં અધવચ્ચે ખોવાઇ ગયો બોલ, પછી અહીંથી બોલ મળતા બધા સ્તબ્ધ

ખેલ-જગત મુખ્ય સમાચાર

બેંગલુરૂના એમ.ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં બુધવારના રોજ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને કિંગ્સ ઇલેવન પંજાબની વચ્ચે રમાઇ રહેલ મેચમાં એક રસપ્રદ ઘટના બની છે. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ઇનિંગ્સમાં 14મી ઓવરની વચ્ચે મેદાનમાંથી બોલ ગાયબ થઇ ગયો. ત્યારબાદ બધા એક બીજાથી બોલ અંગે પૂછવા લાગ્યા. જો કે થોડીક જ વારમાં બોલ એમ્પાયરના પોકેટમાંથી મળ્યો.

મેચમાં ટોસ હારીને પહેલાં બેટિંગ કરવા ઉતરેલી કોહલીની ટીમે 14 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 109 રન બનાવ્યા હતા. ત્યારબાદ સ્ટ્રેટેજિક ટાઇમ આઉટ બોલાવામાં આવ્યો. 2.30 મિનિટિનો ટાઇમ ખત્મ થયા બાદ બંને ટીમોના ખેલાડી મેદાન પર પાછા ફર્યા. એબી ડિવિલિયર્સ અને માર્કસ સ્ટોઇનિસ બોલિંગ કરવા માટે ક્રીઝ પર પહોંચ્યા

બીજીબાજુ પંજાબના કેપ્ટન આર.અશ્વિને 15મી ઓવર ફેંકવા માટે અંકિત રાજપૂતને મોકલ્યા પરંતુ તેમણે બોલ મળ્યો નહી. ત્યારબાદ પંજાબના તમામ ખેલાડી એકબીજાને પૂછવા લાગ્યા કે બોલ કયાં ગયો. બોલની વચ્ચે મેદાનમાંથી ગાયબ થવાના સમાચારથી બધા જ પરેશાન હતા. કેટલાંક ખેલાડીઓ હસતા પણ હતા કે આખરે બોલ ગાયબ કેવી રીતે થઇ ગયો.

પરિસ્થિતિને જોતા ફોર્થ એમ્પાયર એક બોલના ડબ્બા સાથે મેદાન પર પહોંચ્યો. ત્યારે મેદાન પર ઉભેલા એમ્પાયરના ખિસ્સામાંથી ગાયબ થયેલો બોલ નીકળ્યો. વાત એમ હતી કે મેદાન પર ઉભેલા એમ્પાયર કેસી શમસુદ્દીને ટાઇમ આઉટથી પહેલાં બોલને પોતાના ખિસ્સામાં રાખી લીધો હતો અને 2.30 મિનિટ બાદ જ્યારે બધા પાછા આવ્યા તો એમ્પાયર એ વાત ભૂલી ગયા કે તેમના ખિસ્સામાં બોલ છે. મેદાન પર આ ઘટનાએ એક પળ માટે બધાને ચોંકાવી દીધા હતા કે આખરે બોલ મેદાનમાંથી ગાયબ કેમ થઇ ગયો.

આ મેચમાં એબી ડિવિલિયર્સની ધમાકેદાર નોટઆઉટ 82 રનની ઇનિંગ્સ અને માર્કસ સ્ટોયનિસની તાબડતોડ નોટઆઉટ 46 રનોની ઇનિંગ્સની મદદથી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે આઇપીએલની 12મી સીઝનના આ મુકાબલામાં કિંગ્સ ઇલેવન પંજાબને 17 રનથી હરાવી દીધું. આ મેચમાં બેંગલુરૂએ ટોસ હારીને પહેલાં બેટિંગ કરતાં 4 વિકેટ પર 202 રનનો વિશાળ સ્કોર બનાવ્યો. ત્યારબાદ પંજાબને નક્કી 20 ઓવરોમાં 7 વિકેટ પર 185 રન પર આઉટ થઇ ગયું હતું.