પર્યાવરણને દૂષિત થતું અટકાવવા માટે રેલવેએ કરી અનોખી પહેલ

મુખ્ય સમાચાર

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં લાલ કિલ્લા ઉપરથી સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ બંધ કરવા જણાવ્યુ હતું. તે પછી સમગ્ર દેશમાં પ્લાસ્ટિક ઉપર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો. તેની સાથે લોકોએ પણ પ્લાસ્ટિકનો ઉપયોગ બંધ કર્યો દીધો છે. એની વચ્ચે ભારતીય રેલવેએ પર્યાવરણ સંરક્ષણ માટે એક પહેલ હાથ ધરી છે. પશ્રિમ રેલવેએ ચર્ચગેટ રેલવે સ્ટેશન ઉપરથી રિસાઈકલ્ડ પ્લાસ્ટિકની બેન્ચ મુકવાની શરૂઆત કરી છે. પ્લાસ્ટિકની બેન્ચ હોવાને કારણે બેન્ચ મજબૂત અને લાંબા સમય સુધી ચાલે એવી બનાવવામાં આવી છે. રેલવેનું કહેવુ છે કે આ પહેલથી પર્યાવરણને દુષિત થતા રોકવા માટે મદદ મળશે. સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત રેલવે દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. પશ્રિમ રેલવે દ્વારા એક્ત્ર કરેલા પ્લાસ્ટિક દ્વારા આ બેન્ચ બનાવવામાં આવી છે. અત્યારે આ બેન્ચ ચર્ચગેટ સ્ટેશન ઉપર મુકવામાં આવી છે તે પછી અન્ય સ્ટેશન ઉપર પણ મુકવામાં આવી શકે છે. ઉલ્લેખનીય છે કે, એક પ્લાસ્ટિકની બેગ માટે આશરે ૪૦થી પ૦ કિલો સોફ્ટ પ્લાસ્ટિકનો ઉપયોગ થાય છે. આ બેન્ચ વોટર પ્રુફ હોવાની સાથે બહારના વિસ્તારમાં મુકવા માટે એકદમ બરાબર છે.