મેક્સિકો બોર્ડર પરની ઘુસણખોરીને ઘટાડવા અમેરિકી સરકારે કસી લગામ

દેશ-વિદેશ મુખ્ય સમાચાર

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મેક્સિકો બોર્ડેર પર ઘુસણખોરોની વધતી ઘટના પર લગામ કસવા માટે એક એવો ફોર્મ્યુલા આપ્યો છે, જેને સાંભળીને હર કોઈ હેરાન રહી જશે. ટ્રમ્પ ઘુસણખોરોની ઘટનાને રોકવા માટે એટલી હદે બેચેન દેખાઈ છે કે તે સીમા પર બનાવવામાં આવતી દિવાલ પર કરન્ટ પસાર કરવા માંગે છે.આ સાથે તેને લાગે છે કે, દિવાલ ઉપર તાર બિછાવવા જોઈએ, જેનાથી કોઈ દિવાલે ઓળંગવાના પ્રયત્નો કરે તો તારથી છોલાઈ જાય. એટલું જ નહિં ટ્રમ્પ દિવાલ સાથે ઉંડી ખીણ બનાવવામાં માંગે છે, જેમાં પાણી સાથે સાંપ તથા મગરમચ્છો છોડવામાં આવે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અમેરિકાના રાષ્ટ્રપતિએ માર્ચમાં વ્હાઈટ હાઉસમાં સલાહકારો સાથે બેઠકમાં પોતાના વિચારો રજૂ કર્યા હતા. અમેરિકા-મેક્સિકો સીમા પર હાલ સ્ટીલની દિવાલ બનાવવાનું કામ ઝડપથી ચાલી રહ્યું છે. 2 કિલોમીટરની દિવાલ બનીને તૈયાર છે, જેને તોડવી મુશ્કેલ છે. અમુક દિવસો પહેલા જ સેન ડિયાગો પહોંચેલે અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે અમેરિકન-મેક્સિકો સીમા પર બની રહેલ દિવાલની મુલાકાત લીધી હતી અને તેમાં પોતાના નામની સહિ પણ કરી હતી. ટ્રમ્પે દિવાલ બાબતે કહ્યું હતું કે, આના નિર્માણ પર ત્રણ અન્ય દેશોએ પણ અધ્યયન કર્યું છે. તેમણે કહ્યું કે, દિવાલ ગરમીથી તાપને એટલો આકર્ષે છે કે તેના પર તમે ઈંડુ ફ્રાઈ કરી શકો છો. દિવાલની નીચે સુરંગ બનાવવાથી બચવા માટે જમીનની અંદર ખુબ ઉંડે સુધી કોંક્રીટ નાખવામાં આવી છે. તેમણે કહ્યું કે, દિવાલને કોઈ પણ રીતે પાર કરી શકાય તેમ નથી. અમેરિકા-મેક્સિકો બોર્ડરે 1954 માઈલ લાંબી છે જે પ્રશાંતે મહાસાગરથી ગલ્ફ ઓફ મેક્સિકો સુધી ફેલાયેલી છે. આમાંથી 1200 માઈલ્સ ટેક્સાસમાં છે. અત્યાર સુધી આ બોર્ડર પર નેશનલ ગાર્ડ તૈનાત કરવામાં આવતા હતા, જે કાયમ બોર્ડર પર કોઈ પણ પ્રવાસીના આવવા-જવા પર નજર રાખતા હતા. આ દિવાલ બનાવવાનો ખર્ચ 8 બિલિયન ડોલરથી 67 બિલિયન ડોલર સુધી આંકવામાં આવે છે. આ દિવાલનો હેતુ ગેરકાયદેસર પ્રવાસીઓ અને નશીલા પદાર્થોને અમેરિકામાં આવતા રોકવાનો છે. 2017ના બજેટના રિસર્ચમાં જણાવાયું હતું કે, આ દિવાલની પ્લાનિંગ જ 2.6 બિલિયન ડોલર ખર્ચ કરવામાંમ આવ્યો હતો. બોર્ડર પર પ્રવાસીઓને રોકવા માટે લગભગ 1100 કિલોમીટર પર અત્યાર સુધી વાડ લગાવવામાં આવી છે. આ સીમા ચાર અમેરિકી અને 6 મેક્સિકન રાજ્યોમાંથી પસાર થાય છે. ઘણાં રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો છે કે, દર વર્ષે લગભગ 3.5 લાખ પ્રવાસી અમેરિકામાં દાખલ થાય છે.