શિવસેના પ્રમુખ ઉધ્ધવ ઠાકરેના પુત્ર આદિત્ય ઠાકરેએ મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં વરલી બેઠક પરથી ઝંપલાવ્યુ છે.તે ચૂંટણી લડનાર ઠાકરે પરિવારના પહેલા સભ્ય છે.
આજે ઉમેદવારી નોંધાવવાની સાથે સાથે આદિત્ય ઠાકરેએ પોતાની સંપત્તિ જાહેર કરતુ સોગંદનામુ કર્યુ હતુ.જે પ્રમાણે આદિત્ય ઠાકરે પાસે કુલ 16 કરોડની સંપત્તિ છે.
ઠાકરેએ આપેલી જાણકારી પ્રમાણે તેની પાસે 30000 રુપિયા કેશ છે.જ્યારે બેન્કમાં 10.36 કરોડ રુપિયા છે.તેમણે 20 લાખ રુપિયાનુ રોકાણ કર્યુ છે.એક બીએમડબલ્યુ કારના માલિક છે.આ સિવાય 64 લાખના ઘરેણા અને 10 લાખની બીજી સંપત્તિ પણ છે.
આદિત્ય ઠાકરએ સોગંદનામામાં કરેલા ઉલ્લેખ પ્રમાણે તેમની પર કોઈ જાતની લોન નથી અને કોઈ ગુનાઈત કેસ પણ તેમની સામે થયો નથી.