મા આદ્યશક્તિના તહેવારમાં નવ દિવસના ઉપવાસ કરે છે. કેટલાક લોકો નકોરડા ઉપવાસ કરે છે તો કેટલાક લોકો ફળાહાર કરીને ઉપવાસ કરે છે. માતાજીની આરાધના ના કેટલાક નિયમ છે ના કરવામાં આવે તો વ્રત અપૂર્ણ માનવામાં આવે છે. નવરાત્રીના નિયમોમાંથી કેટલાક નિયમો અન્ન સાથે પણ જોડાયેલા છે. ડુંગળી, લસણ નોનવેજ ના ખાવા. તો ચાલો આજે જાણીએ કે નવરાત્રિમાં વ્રત કરનારી ખોરાક નથી લેવાનો અને ફળાહાર ને જ કેમ યોગ્ય માનવામાં આવે છે?
ધાર્મિક માન્યતા મુજબ કરવાથી વ્યક્તિનું શરીર અને મન શુદ્ધ થાય છે માણસ ભગવાનની ભક્તિ શાંતચિત્તે કરી શકે છે. આ રીતે તેની ઈચ્છા શક્તિ પ્રબળ થાય છે. સાયન્સ મુજબ જોઈએ તો વ્રત કરવાથી બૉડી ડિટોક્સ થાય છે અને શરીરની રોગપ્રતિકારક શક્તિ વધે છે. તેથી આ દિવસોમાં ખોરાક લેવાની મનાઈ હોય છે.
માત્ર ફળાહાર જ શા માટે
નવે નવ દિવસના ઉપવાસ કરનારા લોકો હોય કે પછી પહેલું અને છેલ્લું નોરતું કરનાર, બધા લોકો ઉપવાસના દિવસે ફળાહાર જ કરે છે. વ્રત કરનારા ફળ, જ્યુસ, દૂધ અને માવાની મીઠાઈ ખાય છે. વ્રતમાં સિંધવ-મીઠું ફરાળી લોટ અને સાબુદાણાની વાનગીઓ ખાવાનું પણ લોકો પસંદ કરે છે. હકીકત એ છે કે નવરાત્રીના સમયમાં શરીરની રોગપ્રતિકારક ક્ષમતા ઘણી ઓછી હોય છે. આવામાં ઉપવાસથી શરીર સ્વસ્થ રહે છે. સાત્વિક ભોજનથી મન શાંત રહે છે અને શરીર તંદુરસ્ત રહે છે. તેથી જ વ્રત વખતે તામસિક ખોરાકને બદલે ફળાહાર પ્રાથમિકતા આપવામાં આવે છે.

