કરતારપુર કૉરોડોર ઉદ્ધાટન પર PM મોદીને આમંત્રણ વિશે પાકિસ્તાને આપ્યો આ જવાબ

દેશ-વિદેશ મુખ્ય સમાચાર રાજકીય

કરતારપુર કૉરિડોરનું નવેમ્બરમાં થનારા સંયુક્ત ઉદ્ધાટન પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને બોલાવવાની અટકળો વચ્ચે પાકિસ્તાની પ્રતિક્રિયા સામે આવી છે. પાકિસ્તાનના વિદેશ મંત્રાલયનાં પ્રવક્તા ડૉ.ફૈસલે કહ્યુકે, PM મોદીને બોલાવવા પર નિર્ણય કરાયો નથી. ભારતીય સિખ તીર્થયાત્રીઓ માટે કરતારપુર કૉરિડોર 9 નવેમ્બરે ખોલવામાં આવશે. પાકિસ્તાને આ કાર્યક્રમ માટે પૂર્વ PM મનમોહન સિંહને આમંત્રણ આપ્યુ છે. આની પહેલાં સોમવારે પાકિસ્તાનનાં વિદેશમંત્રી મહેમૂદ કુરૈશીએ કહ્યુ હતુકે, તેમની સરકાર ભારતનાં પૂર્વ પ્રધાનમંત્રી મનમોહનસિંહને આમંત્રણ આપશે. પ્રધાનમંત્રી મોદીને નહી. કુરેશીએ કહ્યુ છેકે, તેઓ ભારતનાં પૂર્વ પ્રધાનમંત્રી ડૉ. મનમોહન સિંહને કરતારપુર કૉરિડોરના ઉદ્ધાટન માટે એક ઔપચારિક આમંત્રણ મોકલશે. તેઓ આ દરમ્યાન સિખ સમુદાયનું પ્રતિનિધિત્વ પણ કરશે. ઉલ્લેખનીય છેકે, મોદી સરકારે ઓગષ્ટમાં જમ્મૂ-કાશ્મીરને વિશેષ દરજ્જો આપતા આર્ટિકલ 370ને હટાવી દીધો છે. અને રાજ્યને બે કેન્દ્રશાસિત પ્રદેશોમાં વહેંચી દીધા છે. તેને લઈને પાકિસ્તાન અલગ અલગ મંચો ઉપર ભારતનો વિરોધ કરી રહ્યુ છે.