હાર્દિક પટેલનો પીએમ મોદી પર હુમલો – ભાજપવાળા બંધારણ ખતમ કરવા માંગે છે

ગુજરાત મુખ્ય સમાચાર રાજકીય

કોંગ્રેસના યુવા નેતા હાર્દિક પટેલે ફતેહપુરના અમોલીમાં ચૂંટણી જનસભાને સંબોધિત કરીને વિરોધીઓ પર જોરદાર નિશાન સાધ્યુ. હાર્દિકે પીએમ મોદી અને ભાજપ પર મોટો હુમલો કરીને બંધારણ માટે જોખમ ગણાવ્યા. હાર્દિકે કહ્યુ કે આ ભાજપવાળા દેશના બંધારણને ખતમ કરીને પોતાની શક્તિઓ લાગુ કરવા માંગે છે.

પીએમના પોતાને ચોકીદાર કહેતા નિવેદન પર નિશાન સાધતા હાર્દિકે કહ્યુ કે અમને ચોકીદાર નહિ પ્રધાનમંત્રી જોઈએ.વળી, યુપીના સીએમ યોગી આદિત્યનાથ પર નિશાન સાધતા કહ્યુ કે તે આરએસએસ અને અમુક લોકો માટે કામ કરી રહ્યા છે. તેમને જનતા સાથે લેવાદેવા નથી. વળી, તેમણે રોજગાર પર કહ્યુ કે જો તમે પકોડા તળશો તો તમારા બાળકોનુ ભવિષ્ય પણ તળાઈ જશે.

તેમણે કહ્યુ કે ગુજરાતમાં હજારો મહિલાઓ અને બાળકીઓ ઘણા વર્ષોથી ગાયબ છે. યુપીના ઉન્નાવમાં ભાજપે બળાત્કારી ધારાસભ્યને પાર્ટીમાંથી પણ કાઢ્યા નહિ. ખેડૂતોને દેવુ માફ થશે. એક ખેડૂતને 72 હજાર રૂપિયા આપવાનું કામ કરવામાં આવશે. વળી, તેમણે કહ્યુ કે જો સપા-બસપા ગઠબંધન સાથે મળીને ચૂંટણી લડતા તો સારુ રહેત.