શ્રીલંકા હુમલાના મુખ્ય સૂત્રધાર હાશિકમનું મોત- મૈત્રિપાલા સિરીસેના

દેશ-વિદેશ મુખ્ય સમાચાર

શ્રીલંકાના રાષ્ટ્રપતિ મૈત્રિપાલા સિરીસેનાએ કહ્યું કે શ્રીલંકા બૉમ્બ બ્લાસ્ટના મુખ્ય સૂત્રધારનું મોત થયું છે. શુક્રવારના રોજ સિરીસેનાએ કહ્યું હતું કે મુખ્ય હુમલાખોર ઝહરાન હાશિમ વિસ્ફોટ દરમિયાન કોલંબોની શાંગરી-લા હોટલમાં મૃત્યુ પામ્યો હતો. તે એક ક્ટ્ટર ઉપદેશક હતો. સિરીસેનાએ એવું પણ કહ્યું કે હાશિમે અન્ય હુમલાખોરો સાથે મળીને પર્યટકોમાં લોકપ્રિયમાં શાંગરી-લા હોટલ પર હુમલો કર્યો હતો. બીજા હુમલાખોરની ઓળખ ઇલ્હામ તરીકે થઈ છે. સિરીસેના એવું પણ કહ્યું કે શ્રીલંકાની જાસૂસી સંસ્થાઓ અનુસાર ઇસ્લામિક સ્ટેટ સાથે સંબંધિત લગભગ 130 શંકાસ્પદ વ્યક્તિ દેશમાં સક્રિય હતી. પોલીસ હજુ 70 લોકોની શોધખોળ કરી રહી છે. સિરીસેનાએ કહ્યું કે શ્રીલંકાના પોલીસ પ્રમુખ પુજિત જયસુંદરે રાજીનામું આપી દીધું છે. આ સિવાય સંરક્ષણ મંત્રી હેમાસિરી ફર્નેડોએ પણ રાજીનામું આપી દીધું છે.

પ્રથમ વખત હાશિમનું નામ બૌદ્ધ મૂર્તિઓ નષ્ટ કરનાર સમૂહ સાથે બહાર આવ્યું હતું. ત્યારબાદ તેમણે યૂટ્યૂબ પર અમુક વીડિયો પોસ્ટ કર્યા જેમાં તે બિનમુસ્લિમો સાથે હિંસા કરવાની વાત કરે છે. હુમલા બાદ આઈએસ દ્વારા જાહેર કરવામાં આવેલા વીડિયોમાં હાશિમ સ્પષ્ટ દેખાય છે જ્યારે અન્ય લોકોએ પોતાનો ચહેરો છુપાવેલો છે.