UKની સામાન્ય ચૂંટણીમાં પંદર ભારતીયોની શાનદાર જીત : પ્રીતિ પટેલ ફરીથી મંત્રી બનશે

દેશ-વિદેશ મુખ્ય સમાચાર

વડા પ્રધાન બોરિસ જોન્સને મેળવેલી ઐતિહાસિક અને ભવ્ય જીત પછી ભારતીય મૂળના પંદર ઉમેદવારો પણ બ્રિટનની સામાન્ય ચૂંટણીમાં વિજયી બન્યા હતા.કન્ઝર્વેટિવ અને વિરોધ પક્ષ લેબરમાંથી સાત સાત ઉમેદવારો ચૂંટાઇ આવ્યા હતા જ્યારે એક ઉમેદવાર લિબરલ ડેમો ક્રેટસમાંથી વિજેતા બન્યા હતા.

લગભગ બારેક સાંસદો તેમની બેઠક પર ફરીથી ચૂંટાઇ આવ્યા હતા તો કેટલાક નવા લોકો પણ જીત્યા હતા. આ સાથ જ બ્રિટનનના નીચલા ગૃહમાં ભારતીય મૂળના સાંસદોની સંખ્યા પંદર પર પહોંચી હતી. અગાઉની સંસદના લગભગ તમામ સાંસદો ફરીથી ચૂંટાયા હતા.

કન્ઝર્વેટિવ પાર્ટીમાંથી ગગન મોહિન્દર અને ક્લેરી કેયુટિન્હો તો લેબર પાર્ટીમાંથી નેવેન્દ્રૂ મિશ્રા અને લિબરલ ડેમોક્રેટ્સમાંથી મુનિરા વિલ્સન પહેલી વખત ચૂંટાઇ આવ્યા હતા.’દેશની અંદર જેમ વધુ વિવિધતાનું પ્રતિબિંબ પડે એમ વધુને વધુ લોકોના અવાજ સત્તાધિશોને સંભળાય અને તમામનું પ્રતિનીધીત્વ કરી શકાશે’એમ દક્ષિણ-પશ્ચિમ લંડનની ટ્વિકેનહામ બેઠકમાંથી ચૂંટાઇ આવેલા વિન્સી કેબલને બદલે ચૂંટાઇ આવેલા વિલસને કહ્યું હતું.

ગોવા મૂળની ક્યુટિન્હોએ કહ્યું હતું કે ગેટ બ્રેકઝિટ ડન અને આપણી શાળાઓમાં , હોસ્પિટલોમાં અને પોલીસ પાછળ રોકાણ કરવા કહ્યું હતું કે જેથી શહેરને સુરક્ષિત રાખી શકાય. તેઓ સરે ઇસ્ટમાંથી જીત્યા હતા. તેમને 35624 મત મળ્યા હતા.

મોહિન્દર હર્ટફોર્ડશાયર અને પ્રિતિ પટેલ પણ વિથાન મત વિસ્તારમાંથીચૂંટાઇ આવ્યા હતા.તેઓ અગાઉ જોન્સનના પ્રધાન મંડળમાં હતા. પટેલને આ વખતે પણ પ્રધાન મંડળમાં સ્થાન મળે એવી શક્યતા જણાય છે.

પ્રિતિ પટેલે કહ્યું હતું કે આ વખતની ચૂંટણી ભયંકર ઠંડીમાં યોજાઇ હતી. ચૂંટણી જીતવા ભારે મહેનત કરવી પડી હતી. તેમને 32 876 મત મળ્યા હતા.’અમે પ્રાધમિકતાના ધોરણે કામ કરવા પ્રતિબંધ છીએ. અમારી પ્રાથમ કિતા બ્રકઝિટ કરવાની છે’એમ તેમણે કહ્યું હતું.

શેલૈષ વારા નોર્થ વેસ્ટ કેમ્બ્રિજશાયરમાંથી, ઇન્ફોસીસના સ્થાપક નારણ મૂર્તિના જમાઇ રિશી સુનક, આલોક શર્મા,સુએલા બ્રેવરમેન, પ્રથમ શીખ મહિલા પ્રિત કૌર ગિલ અને તનમનજીત સિંહ ધેસી તેમજ વિરેન્દ્ર શર્મા પણ વિજયી ઉમેદવારોમાં છે.