અમિત શાહે મોદીના પડછાયાથી બહાર નીકળી પોતાની અલગ છબિ બનાવી લીધી?

મુખ્ય સમાચાર રાજકીય

આજે અમિત શાહનો સિતારો ચડી રહ્યો છે પરંતુ તેમણે ખરાબ સમય પણ જોયો છે.

તેમને જેલમાં જવું પડ્યું અને અદાલતે તેમના પર ગુજરાતમાં પ્રવેશવા પર પ્રતિબંધ પણ મૂકી દીધો હતો. જોકે, કૉંગ્રેસના શાસનમાં લાગેલા તમામ આરોપોમાંથી હવે તેઓ મુક્ત થઈ ગયા છે.

કૉંગ્રેસના શાસનમાં પણ ભાજપના કેટલાક લોકો શાહથી દૂર રહેવા માંગતા હતા. સંસદીય બોર્ડની બેઠકમાં સુષમા સ્વરાજે તે સમયના પાર્ટી અધ્યક્ષ રાજનાથ સિંહની તરફ જોઈને પૂછ્યું, “છેવટે ક્યાં સુધી આપણે અમિત શાહને ખેચીશું?”

બેઠકમાં હાજર રહેલા નરેન્દ્ર મોદીનું ધૈર્ય તૂટી ગયું. તેમણે કહ્યું, “શું વાત કરી રહ્યાં છો. પાર્ટી માટે અમિત શાહનું યોગદાન કેવી રીતે ભૂલી શકાય.”

અરુણ જેટલીની તરફ જોઈને તેમણે કહ્યું, “અરુણજી તમે જેલમાં જાવો અને અમિત શાહને મળો. તેમને લાગવું જોઈએ કે પક્ષ તેમની સાથે છે.” આ પછી આ મુદ્દા પર બેઠકમાં કોઈ કાંઈ બોલ્યું નહીં.

અરુણ જેટલી જેલમાં ગયા અને અમિત શાહને મળ્યા. જેલમાંથી છૂટ્યા પછી જ્યારે અદાલતે ગુજરાતમાં પ્રવેશ પર પ્રતિબંધ લગાવ્યો પછી તેઓ દિલ્હી આવી ગયા.

દિલ્હીમાં અમિત શાહને વધારે લોકો ઓળખતાં ન હતા. રાજકારણ સિવાય તેમને કોઈ વાતમાં રસ નથી.

અરુણ જેટલીએ પાર્ટીના સાત-આઠ યુવાન નેતાઓને જવાબદારી સોંપી કે તેમનામાંથી દરરોજ ઓછામાં ઓછા બે લોકો દિવસભર અમિત શાહની સાથે રહેશે.