ફરી એક વખત રાનૂ મંડલ સોશિયલ મીડિયાની દુનિયામાં છવાઇ, લોકો સર્ચ કરી રહ્યા છે તેનું આ ગીત

ફિલ્મ જગત

ઇન્ટરનેટ સેનસેશનથી બોલિવુડ સિંગર બની ચૂકેલી રાનૂ મંડલ કોઇને કોઇ કારણથી ચર્ચામાં રહે છે. રેલવે સ્ટેશનના ખૂણામાં બેસીને લતા મંગેશકરનું ગીત એક પ્યાર કા નગમા ગાતી રાનૂ મંડલે લોકોના દિલ જીતી લીધા છે કે પહેલી ઝલકમાં લોકો તેના દિવાના થઇ ગયા હતા. આજ કારણ છે કે એક વખત ફરી રાનૂ મંડલ ઇન્ટરનેટ પર છવાઇ ગઇ છે. રાનૂ મંડલને કદાચ આ વાતનો વિશ્વાસ નહીં થાય પરંતુ તેને લોકોનો એટલો પ્રેમ મળ્યો છે. તેનો અંદાજ (Google Search 2019) ગૂગલે લગાવી લીધો છે.

હાલમાં ગૂગલે 2019માં ભારતમાં સૌથી વધારે સર્ચ કરવામાં આવતા ગીતના ટોપ 10 લિસ્ટ શેર કર્યા છે. હેરાનીની વાત નથી પરંતુ આ યાદીમાં રાનૂ મંડલ બીજા નંબર પર છે. તેનું ગીત તેરી મેરી કહાનીને લોકોએ ખૂબ સર્ચ કર્યું છે. તેને ગૂગલ સર્ચમાં સૌથી વધારે સર્ચ કરવામાં આવતા ગીતની યાદીમાં બીજું સ્થાન મળ્યું છે.

ગૂગલ સર્ચ કરવામાં આવેલા ટોપ 10 ગીતની વાત કરીએ તો આ યાદીમાં સૌથી પહેલા લે ફોટો લે, એક રાજસ્થાની ગીત છે જેને સિંગર નીલૂ રંગીલીએ ગાયુ છે તેની પર પરફોર્મ કર્યું છે. ગોરી નાગોરીને,, તે સિવાય ત્રીજા નંબર પર તેરી પ્યારી પ્યારી દો અંખિયા, વાસ્તે, કોકા કોલા તુ, ગોરી તેરી ચૂનરી બા લાલ લાલ રે. પલ-પલ દિલ કે પાસ, લડકી આંખ મારે, પાયલિયા બજની લાડો પિયા, અને ક્યા બાત હે.