અમદાવાદ : શૌચાલયના કૅર ટૅકરના દીકરાએ ધો-12માં મેળવ્યાં 99.60 પર્સેન્ટાઇલ

ગુજરાત મુખ્ય સમાચાર

ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહનું આજે પરિણામ જાહેર થયું છે. પરિણામમાં અમદાવાદના એક સફાઇ કામદારનો દીકરો પણ ઝળક્યો છે. યશ અધિકારી નામના વિદ્યાર્થીના પિતા અશોકભાઈ શૌચાલયના કેર ટેકર તરીકે કામ કરે છે. યશે ધોરણ-12 સાયન્સમાં 99.60 પર્સેન્ટાઇનલ મેળવ્યા છે, જ્યારે યશનું ધોરણ-12નું પરિણામ 93.60 ટકા આવ્યું છે. યશ અધિકારીએ પોતાના ઘરની સ્થિતિથી લઇને ધોરણ-12માં સારા માર્ક્સ લાવવા માટે કેવી રીતે મહેનત કરી હતી તેના વિશે વાત કરી હતી. યશે જણાવ્યું હતું કે તેના પિતા અશોકભાઈ શૌચાલયમાં કેર ટેકર તરીકેનું કામ કરે છે, જ્યારે માતા ગૃહિણી છે. યશનો મોટા ભાઈ સિવિલ એન્જિનિયરિંગનો અભ્યાસ કરે છે.