રાજસ્થાનની સુમન રાવે મિસ ઇન્ડિયા વર્લ્ડ 2019નો ખિતાબ જીત્યો

દેશ-વિદેશ મુખ્ય સમાચાર

રાજસ્થાનની સીએની વિદ્યાર્થીની સુમન રાવે મિસ ઇન્ડિયા વર્લ્ડ ૨૦૧૯નો ખિતાબ પોતાના નામ પર કર્યો છે. મુંબઇના સરદાર વલ્લભભાઇ પટેલ ઇનડોર સ્ટેડિયમમાં આ કાર્યક્રમ યોજાયો હતો. સુમન રાવે જણાવ્યુ કે, ‘આ ખિતાબ મળવાથી તે ખુશી અને સમ્માનનો અનુભવ કરે છે. મને હજુ પણ વિશ્વાસ નથી થતો. મને એવુ લાગે છે કે હું જે સમાજમાંથી આવું છું તેના માટે હું આશાનું કરિણ બની છું. હવે મારા જેવી છોકરીઓ પોતાના સપનાઓ પુરા કરવા માટે ડરશે નહીં. મારી આ જીતથી મારો પરિવાર અને મિત્રો ખુશ છે, હું પણ તેમની સાથે ઉજવણી કરવા માટે બેચેન છુ.’

છત્તીસગઢની શિવાની જાદવને મિસ ગ્રાંડ ઇન્ડિયા ૨૦૧૯નો ખિતાબ આપવામાં આવ્યો છે. શિવાની એક એન્જિનીયર છે. તો આ તરફ બિહારની મેનન્મેન્ટની વિદ્યાર્થીની શ્રેયા શંકરે મિસ ઇન્ડિયા યુનાઇટેડ કોન્ટિનેટસ ૨૦૧૯નો ખિતાબ જીત્યો છે. તેલંગણાની સંજના વિજ મિસ ઇન્ડિયા ૨૦૧૯ની રનર અપ રહી છે. પ્રખ્યાત ડિઝાઇનર ફાલ્ગુની શેન પીકોક, મિસ ઇન્ડિયા ૨૦૧૮ વેનેસા પોનકા ડી લિયોન, હુમા કુરૈશી, ચિત્રાંગદા સિંહ, આયુષ શર્મા, રેમો ડી સુઝા, દુતી ચાંદ અને સુનિલ છેત્રી આ કાર્યક્રમના જજ હતા.