બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે દાવો કર્યો છે કે ફરી એકવખત કેન્દ્રમાં નરેન્દ્ર મોદીની સરકાર બનવાની છે. તેમણે કહ્યું હતું કે દેશના કોઈપણ વિસ્તારમાં જાવ દરેક સ્થાને મોદી-મોદીના નારા લાગે છે. અમિત શાહે શિમલાના નાહનમાં રેલીને સંબોધિત કરતા કરતા કહ્યું હતું કે દેશમાં ફરીથી નરેન્દ્ર મોદીની સરકાર બનવી નક્કી છે. દેશ ફક્ત નરેન્દ્ર મોદીના હાથમાં સુરક્ષિત છે. જેથી દેશમાં મોદી સરકાર બનવી જરુરી છે. પોતાના સંબોધનમાં અમિત શાહે કોંગ્રેસ ઉપર સખત પ્રહારો કર્યા હતા. શાહે કહ્યું હતું કે 60 વર્ષના રાજમાં કોંગ્રેસે દેશના વિકાસમાં તે યોગદાન આપી શકી નથી જે તેણે આપવું જોઈએ.
અમિત શાહે એ પણ વાયદો કર્યો છે કે જો કેન્દ્રમાં ફરી મોદી સરકાર બનશે તો જમ્મુ કાશ્મીરમાં કલમ 370 હટાવી દેવામાં આવશે. કોંગ્રેસને ક્યારેય દેશની સુરક્ષાની ચિંતા વ્યક્ત કરી નથી. એર સ્ટ્રાઇક પછી દેશ ખુશ થઈને ઉત્સાહિત હતો ત્યારે કોંગ્રેસ કાર્યાલય અને પાકિસ્તાનમાં માતમ છવાયેલો હતો.
આ દરમિયાન જનસભાને સંબોધિત કરતા હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી જયરામ ઠાકુરે રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહને વિશ્વાસ અપાવ્યો છે કે આ વખતે હિમાચલ પ્રદેશની ચારેય સીટો ઉપર ભારતીય જનતા પાર્ટીને ભારે લીડ મળશે. રાષ્ટ્રીય અધ્યક્ષ તરફ ઇશારો કરીને કહ્યું હતું કે હિમાચલ તમારું છે અને તમારું જ રહેશે. આજે દરેક સ્થાને મોદી-મોદીના નારા સાંભળવા મળે છે.કોંગ્રેસના રોડ શો માં પણ મોદી-મોદીના નારા જોવા મળે છે.

