સાધ્વી પ્રજ્ઞા સિંહ ઠાકુરે દર અઠવાડિયે NIA કોર્ટમાં હાજર થવું પડશે

મુખ્ય સમાચાર રાજકીય

ભોપાલ લોકસભા સીટ પરથી ભાજપના સાંસદ સાધ્વી પ્રજ્ઞા સિંહ ઠાકુરને NIA કોર્ટે મોટો ઝટકો આપ્યો છે. માલેગાંવ બ્લાસ્ટ મામલે મુંબઇની કોર્ટે હાજર થવા મામલે છૂટ આપવાની મનાઇ ફરમાવી છે. સાધ્વી પ્રજ્ઞાએ કોર્ટમાં અરજી દાખલ કરી કહ્યું હતું કે, તેઓ હવે સાંસદ બની ગયા છે, તેથી અઠવાડિયામાં એકવાર હાજર રહેવામાં છૂટ આપવામાં આવે. આ અરજીને NIAની વિશેષ કોર્ટે ફગાવી છે. કોર્ટે આદેશ આપ્યો હતો કે તેઓ સપ્તાહમાં કોર્ટમાં એકવાર હાજર થાય.

NIA કોર્ટ માલેગાંવ બ્લાસ્ટ મામલાની સુનવણી 29 સપ્ટેમ્બર 2008થી કરી રહી છે. આ મામલે સાધ્વી પ્રજ્ઞા આરોપી છે. માલેગાંવ બોંબ વિસ્ફોટ મામલે નવ વર્ષ જેલમાં રહી ચૂકેલી સાધ્વી પ્રજ્ઞા સિંહ ઠાકુર ખરાબ સ્વાસ્થ્યને કારણે જામીન પર મુક્ત થઇ હતી.