કુલ્લુ નજીક 500 ફુટ ઊંડી ખીણમાં બસ પડી, 43 યાત્રિકોના મોત

દેશ-વિદેશ મુખ્ય સમાચાર

હિમાચલ પ્રદેશના કુલ્લુમાં ગુરૂવારે એક ખાનગી બસ 500 ફુટ ઊંડી ખાઈમાં ખાબકી છે. દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 43 યાત્રિકોના મોત નિપજ્યાં છે. જ્યારે 37 લોકો ગંભીર છે. પોલીસ અને તંત્ર દ્વારા રેસક્યૂ ઓપરેશન શરૂ કરાયું છે. દુર્ઘટના કુલ્લુમાં બંજર વિસ્તારની પાસે ભેઉટ ટર્ન પાસે થઈ છે.

કુલ્લુ એસપી શાલિની અગ્નિહોત્રીએ જણાવ્યું કે બસમાં લગભગ 50 યાત્રી સવાર હતા. બસ કુલ્લુથી ગાડાગુશેણી જઈ રહી હતી. એક વણાંક પાસે બસ લગભગ 500 ફુટ નીચે ખીણમાં પડી ગઈ હતી. જ્યાં દુર્ઘટના ઘટી ત્યાં નદી પણ છે. એવામાં રેસ્ક્યૂ ઓપરેશનમાં મુશ્કેલી આવી રહી છે. ઘાયલોની પીઠ પર મૂકીને બહાર લાવવામાં આવી રહ્યાં છે. રિપોર્ટ મુજબ આ દુર્ઘટના લગભગ 4 વાગ્યે થઈ હતી. રસ્તાનો આ વણાંક ખતરનાક છે. જ્યાં બસને પાછળ લઈ ગયા બાદ જ ટર્ન મારી શકાય છે. ત્યારે આવા પ્રયાસ કરતાં બસ ખીણમાં પડી ગઈ. ખીણની પાસે નદી પણ છે. 48 સીટવાળી આ બસમાં લગભગ 60 લોકો સવાર હતા.