લોકસભા ચૂંટણી પરિણામો પછી યુપીનાં પૂર્વ મુખ્યપ્રધાન અને બહુજન સમાજ પાર્ટીનાં વડા માયાવતીએ પક્ષમાં ધરમૂળથી ફેરફાર કરવાનો નિર્ણય કર્યો છે. ચૂંટણી પછી નવી રણનીતિ ઘડવા માટે અને પાર્ટી સંગઠનમાં ફેરફાર કરવા માટે પાર્ટીની બેઠક બોલાવવામાં આવી છે. બેઠકમાં ભાગ લેવા માટે પાર્ટીનાં તમામ પદાધિકારીઓ લખનૌ સ્થિત માયાવતીનાં નિવાસ સ્થાને પહોંચ્યાં હતાં.
આ બેઠકમાં માયાવતી આવનારી પેટાચૂંટણી મામલે શું રણનીતિ ઘડવી તેની ચર્ચા કરશે. આગળ પાર્ટીને કઇ રીતે મજબૂત કરી શકાય અને પ્રદેશમાં 12 સીટો પર થનારી પેટાચૂંટણીની તૈયારીઓને લઇને પણ દિશા-નિર્દેશ આપ્યા હતાં. માયાવતીએ 2022માં થનારી યુપી વિધાનસભા ચૂંટણી વિશે પણ ચર્ચા કરશે.
આ બેઠકમાં રાષ્ટ્રીય અને પ્રદેશ નેતૃત્વનાં તમામ પદાધિકારીઓ અને ઝોનલ કો-ઓર્ડિનેટર હાજર રહેવાના છે. આ બેઠકમાં માયાવતી દેશભરામાં બસપાનાં વિસ્તરણ માટે, નવી રણનીતિ ઘડવા માટે, ઉત્તર પ્રદેશની પેટાચૂંટણીમાં તૈયારી અને પાર્ટીમાં બદલાવ લાવવા માટે ચર્ચા થઇ શકે છે. આ દરમિયાન માયાવતીએ બીએસપીનાં પદાધિકારીઓ સાથે સમાજવાદી પાર્ટી સાથેનાં ગઠબંધન મામલે પણ ચોખ્ખી વાત કરી શકે છે, જેથી પાર્ટી કાર્યકરોમાં ગઠબંધન મામલે કોઇ દુવિધા ન રહે.

