બીટા કેરોટીન અને ઓલીગોનોલથી ભરપુર લીચી હ્દયને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. લીચી કેન્સર કોશિકાઓને વધાતા રોકવામાં મદદગાર છે. જો તમને ઠંડી લાગી જાય તો લીચીના સેવનથી તરત જ ફાયદો મળે છે. લીચી શરીરમાં ગરમી પેદા કરવા માટે કારગર છે. અસ્થમાના બચાવ માટે પણ લીચીનો ઉપયોગ કરવામાં આવે છે. ડોક્ટર પોતે અસ્થમાના દર્દીઓને લીચી ખાવાની સલાહ આપે છે.
લીચીનો ઉપયોગ કબજીયાતથી રાહત મેળવવા માટે પણ થાય છે. તેને ખાવાથી પેટનાં અને અન્ય રોગો પણ દૂર થઈ જાય છે. જાડાપણું દૂર કરવા માટે પણ લીચીનો ઉપયોગ ફાયદાકારક છે. તેની સાથે જ ઈમ્યૂન સિસ્ટમને વધરાવાનું કામ પણ કરે છે. લીચીમાં એવા ઘણા ન્યૂટ્રીશન છે, જેને આપણા શરીરને ઘણી જરૂર છે. તેમાંથી આપણા શરીરને મેગ્નીઝ, મેગ્નીઝિયમ, કૉપર, આર્યન અને ફોલેટ મળે છે.

