ઓછુ સુવાથી અને જરૂરત કરતા વધુ ઉંધ લેવાથી થઈ શકે છે આ મોટો પ્રોબ્લેમ

આરોગ્ય

જો તમે ઓછી ઉંઘ લો છો અથવા વધારે પડતી ઉંઘ લો છો તો તમારે સાવચેત રહેવાની જરૂર છે કારણ કે તમને હાર્ટ એટેક આવવાનું જોખમ થઈ શકે છે. એક નવા અધ્યયનમાં આ વાત સામે આવી છે. આ અધ્યયન કહે છે કે જો તમે દસ કલાકથી વધુ ઉંઘશો તો હાર્ટ એટેકનું જોખમ બે ગણુ વધે છે. અધ્યયનમાં કહેવામાં આવ્યું છે કે જો તમે રાત્રે પાંચ કલાકથી ઓછું ઉંઘશો તો તમને હાર્ટ એટેક થવાની સંભાવના 52 ટકા વધારે છે. તે જ સમયે, જો તમે દસ કલાકથી વધુ સુતા રહો, તો પછી તમારા હાર્ટ એટેકની સંભાવના બમણી થાય છે. આ અભ્યાસ અમેરિકન કોલેજ ઓફ કાર્ડિયોલોજી જનરલમાં પ્રકાશિત થયો છે. તે કહે છે કે ધૂમ્રપાન ન કરનારા અને કસરત કરનારા લોકોને પણ હાર્ટ એટેક રોગ થવાનું જોખમ રહે છે જો તેઓ ઓછી ઉંઘ લેતા હોય અથવા વધારે ઉંઘ લે છે. આ અભ્યાસ 4,60,000 થી વધુ બ્રિટીશ લોકો પર કરવામાં આવ્યો હતો. આ અધ્યયન કહે છે કે હાર્ટ એટેકના જોખમને ટાળવા માટે તમારે છ થી નવ કલાકની વચ્ચે સૂવું જોઈએ. અધ્યયનમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે નવ કલાકથી વધુ ઉંઘનારા લોકોને હાર્ટ એટેકનું જોખમ 34% વધારે છે. તે જ સમયે જે લોકો છ કલાકથી ઓછી ઉંઘ લે છે તેમને 20 ટકા વધુ હાર્ટ એટેકનું જોખમ રહેલું છે.