આઈસીસી વર્લ્ડ કપમાં ભારતથી મળેલી 89 રનની હાર બાદ પાકિસ્તાની ટીમ અને કેપ્ટન સરફરાઝ અહમદને ચાહકોના રોષનો સામનો કરવો પડે છે. આ હાર બાદ બધા પાકિસ્તાની ખેલાડીઓને ઘેરવામાં આવ્યા છે. પાક ટીમના ખેલાડીઓની ફિટનેસપર પણ પ્રશ્નો ઉઠ્યા છે. ખાસ કરીને કેપ્ટન સરફરાઝ અહમદની.
પરંતુ ભારતથી મળેલી ખરાબ હાર બાદ પણ સરફરાઝને અફસોસ થતો નથી. સરફરાઝે ચોંકાવનારૂં નિવેદન આપ્યું છે. સરફરાઝએ કહ્યું કે, તેઓ પહેલી વખત ક્રિકેટ વર્લ્ડ કપમાં ભારત સામે નથી હાર્યા આ તો ચાલ્યા કરે. સરફરાઝનું આ નિવેદન પાકિસ્તાની ચાહકો વધુ નારાજ થાય તેવું છે, ખાસ કરીને એવા લોકોને જે દિલથી પાક ટીમને સપોર્ટ કરે છે.સરફરાઝના આ નિવેદનથી ખ્યાલ આવે કે એને પાકિસ્તાનના ખરાબ હારથી કાંઈ ફર્ક પડતો નથી.
પાકિસ્તાને હજૂ સુધી 5માંથી માત્ર 1 મેચ જીતી છે અને તેને માત્ર 3 પોઈન્ટ છે. સરફરાઝએ કહ્યું કે તે પહેલી વખત વર્લ્ડ કરમાં ભારત સામે નથી હાર્યા અને આ બધું ચાલ્યા કરે. એમણે ICC વેબસાઈટમાં કહ્યું, ‘ભારત વિરુદ્ધ મેચ બાદ બધું બરાબર છે’ એમણ કહ્યું, ‘મનૌવૈજ્ઞાનિક રૂપે ભારત વિરુદ્ધ હારવાથી પાકિસ્તાનના કેપ્ટન પર વધારે દબાણ પડે છે. લોકોને લાગે છે કે અમે હારી ગયા પરંતુ વર્લ્ડ કપમાં પહેલી વખત અમે ભારત સામે નથી હાર્યા આ બધું ચાલ્યા કરે, આશા છે કે અમે વાપસી કરશું’.

