ભારત ન્યૂઝીલેન્ડ વચ્ચેની સેમિ ફાઇનલ મેચમાં વરસાદ પડતા આજની રમત રદ કાલે બપોરે 3.00 કલાકે ફરી રમાશે

ખેલ-જગત મુખ્ય સમાચાર

આઈસીસી વર્લ્ડ કપમાં ભારત ન્યૂઝીલેન્ડ વચ્ચેની સેમિ ફાઇનલ મેચમાં વરસાદ પડતા આજની રમત રદ કરવામાં આવી છે. હવે કાલે (બુધવારે) ભારતીય સમય પ્રમાણે બપોરે 3.00 કલાકે ફરી આ મેચ રમાશે. ન્યૂઝીલેન્ડની ઇનિંગ્સ 46.1 ઓવરથી શરુ થશે.

મંગળવારે વરસાદ વિધ્ન બન્યો તે પહેલા ન્યૂઝીલેન્ડે 46.1 ઓવરમાં 5 વિકેટે 211 રન બનાવ્યા હતા. રોસ ટેલર 67 અને ટોમ લથામ 3 રને રમતમાં છે.

ન્યૂઝીલેન્ડ તરફથી કેપ્ટન કેન વિલિયમ્સને 67 રન બનાવ્યા હતા. આ સિવાય નિકોલ્સે 28, ગ્રાન્ડહોમીએ 16, નિશામે 12 રન બનાવ્યા હતા. ગુપ્ટિલ 1 રને આઉટ થયો હતો.

ભારત તરફથી ભુવનેશ્વર કુમાર, બુમરાહ, હાર્દિક પંડ્યા, જાડેજા અને ચહલે 1-1 વિકેટ ઝડપી હતી.

ભારત સામે આઈસીસી વર્લ્ડ કપની સેમિ ફાઇનલ મેચમાં ન્યૂઝીલેન્ડના કેપ્ટન કેન વિલિયમ્સને ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો છે. ભારતની ટીમમાં એક ફેરફાર કરતા કુલદીપ યાદવના સ્થાને ચહલને તક મળી છે. જ્યારે ન્યૂઝીલેન્ડની ટીમમાં સાઉથીના સ્થાને ફર્ગ્યુશનનો સમાવેશ કરાયો છે. મોહમ્મદ શમીનો પ્લેઇંગ ઇલેવનમાં સમાવેશ કરાયો નથી.

બંને ટીમો
ભારતીય ટીમ – લોકેશ રાહુલ, રોહિત શર્મા, વિરાટ કોહલી, રિષભ પંત, એમએસ ધોની, દિનેશ કાર્તિક, હાર્દિક પંડ્યા, રવીન્દ્ર જાડેજા, ભુવનેશ્વર કુમાર, ચહલ, જસપ્રીત બુમરાહ.

ન્યૂઝીલેન્ડ ટીમ – માર્ટિન ગુપ્ટિલ, હેનરી નિકોલ્સ, કેન વિલિયમ્સન (કેપ્ટન), રોસ ટેલર, ટોમ લથામ, જીમી નિશામ, ગ્રાન્ડહોમી, મિચેલ સાન્તેનર, મેટ હેનરી, ફર્ગ્યુશન, ટ્રેન્ટ બોલ્ટ.