અંડર-19 વર્લ્ડ કપની સેમીફાઇનલમાં ભારતે તેના પ્રતિદ્વંદ્વી પાકિસ્તાનને ધૂળ ચટાવી ફાઇનલમાં પ્રવેશ કરી લીધો છે. જોકે આ ભવ્ય જીત સાથે અંડર-19 ભારતીય ક્રિકેટ ટીમે સાતમી વાર U19WCના ફાઇનલમાં પ્રવેશવાનો રેકોર્ડ બનાવ્યો છે.
સાઉથ આફ્રિકાના સેનવેસ પાર્ક મેદાન પર પાકિસ્તાની ટીમે ટોસ જીતીને પ્રથમ બેટિંગનો નિર્ણય લીધો હતો, જે પછી ભારત સામે તેણે જીત માટે 172 લક્ષ્ય રાખ્યો હતો. જેને ભારતે આરામથી પાર કરી લીધો હતો.
સેમીફાઇનલમાં ભારતીય અંડર-19 ટીમના યશસ્વી જાયસવાલે શાનદાર સદી ફટકારી અણનમ 105 રનની ઇનિંગ રમી હતી. આ સિવાય દિવ્યાંશ સક્સેનાએ અણનમ 59 રન જોડ્યા હતા. પાકિસ્તાનના બોલર્સને એક પણ વિકેટ મળી ન હતી. બીજી સેમીફાઇનલ 6 ફેબ્રુઆરીએ ન્યૂઝીલેન્ડ અને શ્રીલંકા વચ્ચે રમાશે. આ બેમાંથી જે જીતશે એ ટીમ 9 ફેબ્રુઆરીએ ભારતનો સામનો કરશે.
નોંધનીય છે કે ભારતીય અંડર-19 ક્રિકેટ ટીમ U19WCના ફાઇનલમાં સૌથી વધારે વાર પહોંચનારી ટીમ છે. આ ભારતનો સાતમો U19WC થશે. ભારતે અત્યાર સુધી સૌથી વધારે ચાર વાર U19WCનો ખિતાબ જીત્યો છે.

