નિર્ભયા કાંડ: આરોપીઓને અલગ-અલગ ફાંસી આપી શકાય છે, બુધવારે હાઇકોર્ટ નિર્ણય લે એવી સંભાવના

દેશ-વિદેશ મુખ્ય સમાચાર

નિર્ભયાના આરોપીઓની ફાંસી પર રોકને પડકારતી અરજી પર દિલ્હી હાઇકોર્ટ આવતી કાલ, બુધવારે નિર્ણય આપી શકે છે. આ મામલે કેન્દ્ર સરકારે હાઇકોર્ટમાં અરજી કરી કહ્યું હતું કે તમામ આરોપીઓને અલગ-અલગ ફાંસી આપી શકાય છે. જે આરોપીઓની માફી અરજી રાષ્ટ્રપતિ ફગાવી ચૂક્યા છે તેમને ફાંસીએ લટકાવી શકાય છે. આરોપીઓ બચાવ માટે રસ્તાઓ અપનાવતા અલગ-અલગ માફી અરજી રાષ્ટ્રપતિ સમક્ષ રજૂ કરી રહ્યા છે.  

મામલાની સુનવણી દરમિયાન કેન્દ્ર સરકારના વકીલ સોલિસિટર જનરલ તુષાર મેહતાએ કોર્ટમાં કહ્યું હતું કે નિર્ભયાના આરોપીઓને કાયદા હેઠળ મળેલી સજાના અમલમાં મોડૂ કરાવવાનું આ સુનિયોજિત ષડયંત્ર છે. બીજી તરફ મંગળવારે નિર્ભયાની માતા આશા દેવીએ પણ હાઇકોર્ટમાં ચીફ જસ્ટિસની બેન્ચ સામે મેંશનિંગ કરી માંગ કરી હતી કે આ મામલે નિર્ણય જલ્દીથી લેવાય.

નોંધનીય છે કે દિલ્હી પટિયાલા હાઉસ કોર્ટે બે વાર ડેથ વોરંટ જારી કર્યા પછી પણ ચારે આરોપીએ ફાંસી બે વાર ટળી ચૂકી છે. આરોપીઓના વકીલના કાનૂની દાવપેચથી બે વાર ફાંસી ટાળવામાં આવી છે.