કસ્ટમ વિભાગનો મોટી સફળતા, અટારી સરહદેથી 2700 કરોડ રુપિયાનો હેરોઇન જથ્થો પકડ્યો

ગુજરાત મુખ્ય સમાચાર

પંજાબના અટારી સરહદ પર કસ્ટમ વિભાગે હેરોઇનના અત્યાર સુધીના સૌથી મોટા જથ્થાને જપ્ત કરવામાં સફળતા મેળવી છે. કસ્ટમ વિભાગે ટ્રક દ્વારા દાણચોરી કરવામાં આવી રહેલી 532 કિલોગ્રામ હેરોઇન જપ્ત કરી હતી, જેની બજાર કિંમત 2,700 કરોડ રુપિયા આંકવામાં આવી રહી છે.

ભારતના કસ્ટમ વિભાગના ઇતિહાસમાં આ સફળતા અત્યાર સુધીમાં સૌથી મોટી સફળતા માનવામાં આવી રહી છે. કસ્ટમ વિભાગ અધિકારીઓ દ્વારા આ અંગેની વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. કસ્ટમ વિભાગના કમિશનર દીપક કુમારે જણાવ્યું કે, હેરોઇનની ખેપ અને અન્ય 52 કિલોગ્રામનો શંકાસ્પદ મિશ્રણ પદાર્થનો મોટો જથ્થો મીઠાના બોરીઓ નીચે સંતાડીને રાખવામાં આવ્યા હતા. જે પાકિસ્તાનની એક ચોકી પરથી શનિવારે અટારી સરહદે પહોંચ્યો હતો. તેમના મુજબ આંતરરાષ્ટ્રીય સંગઠન માદક પદાર્થોની દાણચોરીનો પર્દાફાશ કરવામાં આ મોટી સફળતા પ્રાપ્ત થઇ છે.

માહિતી મુજબ શનિવાર બપોરે લગભગ દોઢ વાગ્યાની આસપાસ સિન્ધા મીઠુથી ભરેલી એક ટ્રકની તપાસ દરમિયાન તેમાં સફેદ પદાર્થ જોવા મળ્યો હતો. 600 બોરીઓની તપાસમાંથી 15બોરીઓમા નશીલો પદાર્થ હોવાના શંકા જાગી. તપાસ દરમિયાન તેમાંથી 532 કિલોગ્રામ હેરોઇન અને 52 કિલોગ્રામ મિશ્રણ માદક પદાર્થ મળી આવ્યો હતો.

કસ્ટમ વિભાગ મુજબ જપ્ત કરાયેલા જથ્થાની બજાર કિંમત 2700 કરોડ રુપિયાની હશે.