સબસિડી વગરના સિલિન્ડરના ભાવમાં 100 રુપિયાથી વધુનો ઘટાડો

ગુજરાત મુખ્ય સમાચાર

સબસિડી વગરના એલપીજી સિલિન્ડર્સના ભાવમાં આવતીકાલથી ~ ૧૦૦.૫૦નો ઘટાડો થશે. આંતરરાષ્ટ્રીય ભાવો હળવા થતાં હવે આ સિલિન્ડર 737.50ને બદલે 637 રુપિયામાં મળશે.

ડોલર અને રૂપિયાના વિનિમય દર હવે અગાઉની સરખામણીએ સાનુકૂળ થઇ જતાં તેની અસર પણ પડી છે. સરકાર રાંધણ ગેસ માટે સબસિડી આપતી હોવાથી દરેક સિલિન્ડરનો ભાવ હવે ઘટીને 494.35 થઇ જશે.

આશરે એક મહિના બાદ એલપીજીના ભાવમાં ઘટાડો થયો હતો. પહેલી જૂને એલપીજીના ભાવમાં સિલિન્ડરે 3.65નો વધારો કરાયો હતો.