ગાંધીના ગુજરાતમાં દારુ પર પ્રતિબંધ છે તેમ છતાં દારૂની રેલમછેલ થઈ રહી છે. તો ગાંજા જેવા નશાને પણ યુવાધન રવાડે ચઢ્યું છે. ઉડતા પંજાબ જેવી સ્થિતિ ગુજરાતમાં બની રહી છે. વિધાનસભાની પ્રશ્નોત્તરીમાં ચોંકાવનારા ખુલાસા થયાં છે. દારૂની રેલમછેલમાં મહાનગરો અગ્રેસર છે. અમદાવાદ, સુરત, રાજકોટ વડોદરા માં સૌથી વધુ દારૂ કબ્જે કરાયો છે.
રાજ્ય સરકારના આંકડા મુજબ જોઈએ તો છેલ્લા એક વર્ષમાં પોલીસ વિભાગે 7 લાખ 75 હજાર 793 લીટર દેશી દારૂનો જથ્થો જપ્ત કર્યો.. જ્યારે 60 લાથ 53 હજાર 411 વિદેશી દારૂની બોટલ ઝડપાઈ છે. આ ઉપરાંત 8 લાખ, 14 હજાર 379 બિયરની બોટલો પણ કબજે કરાઈ છે.. તો ગાંજા જેવા નશીલા પદાર્થોની વાત કરીએ તો રાજ્યમાં છેલ્લા એક વર્ષમાં યુવાધનમાં નશાનું પ્રમાણ વધ્યું છે. છેલ્લા એક વર્ષમાં 6143 કિલો 326 ગ્રામ ગાંજાનો જથ્થો ઝડપાયો છે. જેમાં આણંદ જિલ્લો સૌથી વધુ અસરગ્રસ્ત છે.

