CM યોગીનાં નિર્ણયને મોદી સરકારે ‘ગેરબંધારણીય’ ગણાવ્યો

મુખ્ય સમાચાર રાજકીય

વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સરકારે ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથના 17 પછાત જાતિઓને અનુસૂચિત જાતિમાં સમાવવાનાં નિર્ણયને ગેરકાયદે ગણાવ્યો હતો. રાજ્યસભામાં સત્તાપક્ષ ભાજપનાં નેતા અને ભારત સરકારમાં કેન્દ્રીય પ્રધાન થાવરચંદ ગેહલોતે કહ્યું હતું કે યોગીનો આ નિર્ણય ગેરકાયદે અને ગેરબંધારણીય છે. આવો નિર્ણય કોઇ રાજ્ય સરકાર કરી શકે નહીં. અમે યોગીને આ નિર્ણય રદ કરવા સૂચન કરીશું. આ બાબત સંસદનો વિશેષાધિકાર છે. એમાં કોઇ રાજ્ય સરકાર દખલગીરી કરી શકે નહીં. રાજ્યસભામાં બસપા સાસંદ સતીશ ચંદ્ર મિશ્રાએ આજે સવારે શૂન્ય કાળ દરમિયાન યોગીના આ નિર્ણય અંગે મોદી સરકારનો શો અભિપ્રાય છે એવો પ્રશ્ન પૂછ્યો હતો. એેના જવાબમાં થાવર ચંદ ગેહલોતે ઉપરોક્ત જવાબ આપ્યો હતો. યોગી સરકારે ત્રણ દિવસ પહેલાં 17 પછાત જાતિને ઓબીસીની યાદીમાંથી બહાર કાઢીને અનુસૂચિત જાતિનું સર્ટિફિકેટ આપવાની જાહેરાત કરી હતી.