ભારતે ટોસ જીતી પહેલા બેટિંગનો લીધો નિર્ણય

ખેલ-જગત

આઈસીસી વિશ્વ કપમાં આજે ભારત અને બાંગ્લાદેશ વચ્ચે બર્મિઘમમાં એજબેસ્ટન ક્રિકેટ ગ્રાઉન્ડમાં મેચ રમાઈ રહી છે. આઈસીસી ક્રિકેટ વિશ્વકપમાં આજે બાંગ્લાદેશ સામે રમાનારી મેચમાં ભારતીય ટીમે ટોસ જીતીને બેટિંગ પસંદ કરી છે. બર્મિંઘમના એજબેસ્ટનમાં આયોજિત મેચમાં ભારતીય ટીમે બે બદલાવ કર્યો છે.

કુલદીપ યાદવની જગ્યાએ ભુવનેશ્વર કુમારે ટીમમાં સ્થાન અપાયુ છે..જ્યેરે કેદાર જાધવની જગ્યાએ દિનેશ કાર્તિકનો ટીમમાં સમાવેશ કરાયો છે. સેમીફાઈનલમાં પહોંચવા માટે ભારતને એક પોઈન્ટની જરૂરીયાત છે..ઈંગ્લેન્ડ સામે રમાયેલી મેચમાં ભારતની હાર થઈ હતી. જોકે તે અગાઉની તમામ પાંચેય મેચ ભારતે જીતી હતી.