દુનિયાના સૌથી અમીર ક્રિકેટ બોર્ડ BCCIના અધ્યક્ષ પદ માટે પૂર્વ કેપ્ટન અને દિગ્ગજ સૌરવ ગાંગુલી થોડીવારમાં નામાંકન ભરશે. નવા અધ્યક્ષ પદ માટે 47 વર્ષીય ગાંગુલીનું નામ સૌથી આગળ છે.
સોમવારે આ અરસામાં ગાંગુલી પૂર્વ અધ્યક્ષ શ્રી નિવાસન, રાજીવ શુક્લા અને જગમોહન ડાલમિયાની સાથે મુંબઈમાં BCCIની ઑફિસ પહોંચ્યા છે. તેમની સાથે ગૃહમંત્રી અમિત શાહના પુત્ર જય શાહ પણ સચિવ પદના નામાંકન માટે પહોંચ્યા છે.
BCCIની ચૂંટણી 23 ઓક્ટોબરે થશે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડની થનારી આ ચૂંટણી માટે નામાંકન ભરવાની છેલ્લી તારીખ 14 ઓક્ટોબર આપવામાં આવી છે.
સૌરવ ગાંગુલીની પાસે ક્રિકેટનો બહોળો અનુભવ છે. ઉલ્લેખનીય છે કે BCCIના વિભિન્ન પદો પર પસંદગી થનારા નવા અધિકારી 23 ઓક્ટોબરે થનારી વાર્ષિક સામાન્ય બેઠક બાદ પોતાના પદ અને જવાબદારી સંભાળશે.

