કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણે શુક્રવારે મોદી સરકારના બીજા કાર્યકાળનું પહેલુ બજેટ રજૂ કર્યુ. બજેટમાં સોના-ચાંદી સહિત 75 અન્ય વસ્તુઓ પર
કસ્ટમ ડ્યુટી વધારી દેવામાં આવી છે. પેટ્રોલ અને ડીઝલ પર પ્રતિ લીટર એક રૂપિયો એક્સાઈઝ ડ્યુટી અને એક રૂપિયાનો સેસનો વધારો કરવામાં આવ્યો છે.
નિર્મલા સીતારમણે પોતાના બજેટ ભાષણમાં કહ્યુ કે 2022 સુધી વડાપ્રધાન આવાસ યોજના અંતર્ગત 1.95 કરોડ નવા ઘર બનશે. બજેટ રજૂ કર્યા દરમિયાન નિર્મલા સીતારમણે આધાર અને પાન કાર્ડને વિશે પણ કેટલાક નવા નિયમોના પ્રસ્તાવનું એલાન કર્યુ.
બજેટ 2019-20 હેઠળ આધાર અને પાન કાર્ડના નિયમોમાં હવે 5 મોટા પરિવર્તન જોવા મળશે.
1. બજેટમાં નિર્મલા સીતારમણે એક મોટુ એલાન કરતા કહ્યુ આજે 120 કરોડથી વધારે ભારતીયો પાસે આધાર કાર્ડ છે, જેથી કરદાતાઓની સરળતા અને સુવિધા માટે હું પાન કાર્ડ અને આધાર કાર્ડને વિનિમય બનાવવાનો પ્રસ્તાવ રાખુ છુ અને જે લોકોની પાસે પાન કાર્ડ નથી તે માત્ર આધાર નંબર આપીને પોતાનો ઈનકમ ટેક્સ રિટર્ન દાખલ કરી શકે છે. આ સિવાય જ્યાં પણ તેમને પાન કાર્ડની આવશ્યકતા છે ત્યાં આધાર નંબરનો ઉપયોગ કરી શકે છે.
ચોક્કસ લેવડ-દેવડ પર પાન અથવા આધાર નંબર આપવુ અનિવાર્ય
2. બજેટમાં પ્રસ્તાવિત નવા નિયમ અનુસાર આયકર વિભાગ UIDAI દ્વારા વસ્તી વિષયક ડેટા પ્રાપ્ત કર્યા બાદ આધાર નંબરના આધારે એ વ્યક્તિને પાનકાર્ડ અપાશે, જેની પાસે પાન નંબર નથી.
3. બજેટમાં નાણા મંત્રી નિર્મલા સીતારમણે પ્રસ્તાવ રાખ્યો કે જો કોઈ કરદાતા પહેલા જ પોતાના આધારને પોતાના પાન સાથે જોડી ચૂક્યા છે તે વિકલ્પ તરીકે આયકર અધિનિયમ હેઠળ પાન કાર્ડની જગ્યાએ આધાર નંબરનો ઉપયોગ પસંદ કરી શકે છે.
4. નાણા મંત્રાલયે મોટી લેવડદેવડ પર નજર રાખવા માટે એક મોટુ પગલુ ભર્યુ છે. હવે કેટલાક નિશ્ચિત અને નિર્ધારિત લેવડદેવડ પર પાન અથવા આધાર નંબર આપવુ અનિવાર્ય હશે.
-બજેટમાં આ નિયમ પણ સામેલ કરવામાં આવ્યા છે કે સંબંધિત દસ્તાવેજ પ્રાપ્ત કરનાર વ્યક્તિ નિર્ધારિત લેવડ-દેવડ માટે પાન અને આધારનો યોગ્ય પ્રમાણીકરણ સુનિશ્ચિત કરશે. આ નિયમોનું પાલન સુનિશ્ચિત કરવા માટે સજાના નિયમોમાં સંશોધન કરવાનો પણ પ્રસ્તાવ રાખવામાં આવ્યો છે.
તો નિષ્ક્રિય કરવામાં આવશે પાન નંબર
5. વર્તમાનમાં જે નિયમ છે, તે અંતર્ગત જો કોઈ નિર્ધારિત તારીખની અંદર પાન કાર્ડ, આધાર નંબર સાથે જોડે છે તો આયકર અધિનિયમ અંતર્ગત પાન નંબરને ગેરકાયદેસર જાહેર કરી દેવામાં આવશે. આવી સ્થિતિમાં જાણકારી સુરક્ષિત રાખવા માટે હવે નાણા મંત્રાલયે એક મોટુ પગલુ ઉઠાવ્યુ છે. બજેટમાં એ પ્રસ્તાવ રાખવામાં આવ્યો છે કે જો કોઈ વ્યક્તિ પોતાના આધારને પાન નંબર સાથે જોડી શકતા નથી તો આવા વ્યક્તિને ફાળવેલ પાન નંબરને નિષ્ક્રિય કરી દેવામાં આવશે.

